સમાચાર

આખરે ક્યાં સર્જાયો ગમખ્વાર અકસ્માત? વિદ્યાર્થીઓની ચીસોથી ક્યાં સર્જાયો આક્રંદ?

ઘટના બગોદરા-વટામણ હાઈવે પર બની , જ્યાં સર્જાયો એક ગમખ્વાર અકસ્માત એક તુફાન જીપમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો જઇ રહ્યા હતા ત્યારે આ જીપ ટ્રક પાછળ ઘુસી ગઇ. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા જ્યારે  11 લોકો ઘાયલ થયા છે.

રાજ્યમાં દરરોજ અકસ્માતના બનાવો બને છે આ ઘટનાઓમાં વધુ એક ઘટના બની અમદાવાદ જિલ્લાના બગોદરા હાઈવે પર. જ્યાં એક પાર્ક કરેલી ટ્રક પાછળ જીપ ઘૂસી ગઇ અને પ્રચંડ ધડાકો થયો આ અકસ્માત એટલો ગંભીર હતો કે મોતની ચીસો સંભળાઇ. અકસ્માત એટલો ગંભીર હતો કે 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા

જ્યારે 11 લોકો ઘાયલ થયા..જેઓને 108થી અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ તાત્કાલિક સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા. અકસ્માત બગોદરા-તારાપુર ચોકડીથી એકાદ કિમી દૂર વટામણ ચોકડી પાસે થયો. મળતી માહિતી મુજબ રાજકોટની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ જીપમાં સવાર હતા

તેઓ રાજકોટની તુફાન કારમાં 26 ડિસેમ્બર, 2021ના રોજ વાપી ખાતે આવેલી સેન્ટ ફ્રાન્સીસ શાળામાં યોજાયેલી જુડોની જિલ્લા લેવલની રમતમાં ભાગ લેવા માટે ગયા હતા આ તૂફાન ગાડીમાં 6 વિદ્યાર્થીનીઓ અને 4 વિદ્યાર્થી, રાજીવભાઈ કોચ તથા શાળાના સ્પોર્ટ શિક્ષક ભૂષણભાઈ અને નિલમબેન શિક્ષિકા ઉપરાંત અન્ય એક વ્યક્તિ સવાર હતી.

તેઓ 28 તારીખના રોજ વાપીની શાળામાંથી રાજકોટ પરત જવા નીકળ્યા હતા તે સમયે આ અકસ્માત થયો હતો. ઘટના સ્થળે લોકોના ટોળા વળ્યા હતા સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક તપાસની સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.તો આ ઘટના બાદ મૃતકના પરિજનોમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *