અમદાવાદની ફેમસ દાળ પકવાન, 1975થી વેચાઈ છે કલાકોમાં જ બધું જ વેચાય જાય છે, સ્વાદ તો એવો કે…

મિત્રો તમે દાળ પકવાન નું નામ તો સાંભળ્યું જ હશે. દાળ પકવાન એ સિંધી ફૂડ આયટમ છે. તે માત્ર સિંધી લોકો જ નહિ પરંતુ આપણા ગુજરાતીઓ પણ હોંશે હોંશે ખાય છે.ટેસ્ટ માં એકદમ લાજવાબ હોય છે આ દાળ પકવાન. મિત્રો જો તમને પણ દાળ પકવાન ભાવતું હોય તો આ ફૂડ આર્ટિકલ તમારા માટે જ છે. અમદાવાદ માં એકદમ ફેમસ દાળ પકવાન રેવડી બજાર માં સિંધી બજાર પણ કહેવામાં આવે છે ત્યાં એક લારી ઉભી રહે છે જ્યાં એકદમ ટેસ્ટી દાળ પકવાન મળે છે જેની કિંમત માત્ર 30-40 રૂપિયા જેટલી જ હોય છે. અહીં લોકોની ખુબ જ ભીડ જોવા મળે છે.

1975 ના વર્ષ થી આ જગ્યા પર દાળ પકવાન મળે છે. ડીશ ભરી ને પકવાન સાથે વાડકો ભરીને દાળ તેમજ સલાડ, મરચા,ડુંગળી, ચટણી તેમજ અથાણું સર્વ કરીને અહીં દાળ પકવાન આપે છે. લોકો આ દાળ પકવાન લારી ની સામે આવેલા ઓટલા પર બેસી ને હોંશે હોંશે ખાય છે. આ લારી ની જગ્યા ઓલ્ડ અમદાવાદમાં આવેલી છે. ત્યાં તમને દાળ પકવાન ની સાથે સાથે પુરી શાક, પુરી હલવો, છાસ, પાપડ પણ મળે છે. સવારે 11 વાગ્યા થી બપોર ના 3 વાગ્યા સુધી આ લારી ખુલ્લી રહે છે. તેમની દાળ પકવાન ની બીજી દુકાન પણ છે. જ્યાં પણ લોકો દાળ પકવાન ખાવા આવે છે. તો ચાલો જાણીએ કેવી રીતે બને છે દાળ પકવાન

આ રીતે બનાવો ટેસ્ટી અને પ્રખ્યાત સિંધી વાનગી દાલ પકવાન સિંધીઓની એક વાનગી જે ઘણી પ્રખ્યાત છે તે છે દાલ પકવાન. આ રેસિપી બનાવવામાં સરળ છે અને સ્વાદમાં અત્યંત સ્વાદિષ્ટ. દાલ પકવાનને તમે સવારે નાસ્તામાં અથવા તો લંચમાં લઈ શકો છો. દાળ માટેની સામગ્રી 2 વાટકી ચણાની દાળ,મીઠું,1 તજ પત્તુ,1 ટામેટુ,2 લીલા મરચાં,મીઠા લીમડાના પાન,1 ચમચી આદુને પેસ્ટ,4 ચમચી તેલ2/3 ચમચી,ગરમ મસાલો,1 ચમચી લાલ મરચુ,2/3 ચમચી હળદર1/2 ચમચી હીંગલીંબુનો રસ(સ્વાદ અનુસાર)

પકવાન માટેની સામગ્રી 1 વાટકી ઘઉંનો લોટદોઢ વાટકી મેંદો,મીઠુ,1 ચમચી જીરા પાવડર,2/3 ચમચી અજમો(અધકચરો વાટેલો)અડધી ચમચી મરી પાવડર,3-4 ચમચી તેલ તેલ દાળ કઈ રીતે બનાવશો? ચણાની દાળને ધોઈને 40-45 મીનીટ માટે હુંફાળા પાણીમાં પલાળી દો. પલાળીને રાંધવાથી દાળ વહેલી તૈયાર થઈ જશે.આ પલાળેલી દાળને કુકરમાં નાખો અને સાથે પૂરતું પાણી, મીઠું, હળદર અને એક તજ પત્તું નાખો. અને સ્લો ફ્લેમ પર 1 સિટિ વાગે ત્યાં સુધી બાફો.

મિક્સરમાં સમારેલું ટામેટુ, સમારેલા મરચાં, મીઠો લીમડો, આદુ ઉમેરીને પેસ્ટ બનાવો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો. ગરમ તેલમાં જીરું ઉમેરો અને બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. ત્યારપછી હિંગ ઉમેરો અને તેલમાં મિક્સરમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો. સ્લો ફ્લેમ પર પેસ્ટને સાંતળો અને તેલ છુટું પડે તો તેમાં જરુરી મીઠું, હળદર, ગરમ મસાલો, લાલ મરચું ઉમેરીને શેકો.હવે બાફેલી ચણાની દાળ પાણી સાથે જ કઢાઈમાં ઉમેરો. આ સામગ્રીને વ્યવસ્થિત મિક્સ કરો અને પછી ધીમી આંચ પર 2-3 મિનિટ સુધી ઉકાળો. જરુર લાગે તો લીંબુનો રસ ઉમેરો. તમારી દાળ તૈયાર છે.

કઈ રીતે પકવાન બનાવશો? એક મોટી થાળીમાં ઘઉંનો લોટ, મેંદો, મીઠુ, અજમો, જીરુ, મરી પાવડર અને તેલ ઉમેરો.થોડુ પાણી ઉમેરતા જાઓ અને કણક તૈયાર કરો. લોટ વધારે કઠણ અને વધારે ઢીલો ન હોવો જોઈએ. લોટ તૈયાર થઈ જાય તો તેને ઢાંકીને 20-30 મિનિટ માટે બાજુ પર મુકી દો.હવે તૈયરા કરેલા લોટમાંથી નાના લુવા બનાવો અને મોટી પુરી વણો. કાંટા ચમચીથી કાણાં પાડજો, જેથી પુરી ફુલે નહીં. ધ્યાન રાખો કે પુરી વધારે જાડી કે પાતળી ન હોવી જોઈએ. ગરમ તેલમાં મધ્યમ આંધમાં તળો.પુરી તળાઈ જાય અને ઠરે તો તેને એર ટાઈટ ડબ્બામાં ભરો.

પકવાન તમે દાળની સાથે તો ખાઈ જ શકો છો, સાથે સાથે ચા સાથે પણ ખાઈ શકો છો. દાળ પકવાનની સાથે ઝીણાં સમારેલા કાંદા, કોથમીરની ચટણી, ખજૂર આમલીની મીઠી ચટણી સાથે પીરસો. જો તમને પણ દાળ પકવાન ખાવા હોય અને તમે પણ જો અમદાવાદના હોવ અથવા તો અમદાવાદ આવાનું પ્લાન કરી રહ્યા હોવ તો અવશ્ય રેવળી બજાર ના સિંધી દાળ પકવાન ખાવા આવજો. ખાઈ ને ધરાઈ જશો તેટલી માત્ર માં તમને દાળ પકવાન ખાવા મળશે. તો ચાલો નોંધી લો સરનામું રેવડી બજાર, આઝાદ સ્વીટ ની સામે, કાલુપુર સ્ટેશનની સામેની ગલી, અમદાવાદ, જુનવાણી માર્કેટ, સિંધી દાળ પકવાન.

Leave a Reply

Your email address will not be published.