અમદાવાદના ફેમસ ચીઝ કટકા પાઉં એકવાર અવશ્ય ટેસ્ટ કરજો, ખાવા માટે લાંબી લાઈનો લાગે છે… Gujarat Trend Team, June 4, 2022 આજકાલ લોકોને એકદમ તીખું અને તમતમતું ખાવાનું ખુબ જ ભાવે છે.. એમાં પણ વળી જોચટપટુ જેમકે દાબેલી, વડાપાંવ પાણીપુરી, સેવપુરી, દહીંપુરી, કચોરી, ભેળ જેવું જો નાસ્તામાં કંઈક મળી જાય તો વાત જ શું કરવી!! આ બધી જ વસ્તુ ટેસ્ટ માં એકદમ ચટપટી હોય છે આથી નાના બાળકો થી માંડી ને યંગ લોકો અને વૃદ્ધ લોકોને પણ ખુબ જ ભાવે છે. જો તમે પણ આવી ચાટ ખાવાના રસિયા છો તો આ ફૂડ આર્ટિકલ ખાસ તમારી માટે જ છે. કંઈક અલગ નવું ખાવાનો ટ્રાય કરવો હોય તો તમારે અમદાવાદ જવું પડશે. મિત્રો તમે બ્રેડ ની આઈટમ જેવી કે દાબેલી વડાપાઉં ભાજીપાઉ વગેરે તો ખાધું હશે પરંતુ શું તમે ક્યારેય કટકા ભાવ ખાધા છે?? ખબર જ છે નામ સાંભળીને તમને થોડુંક શોક જેવું લાગશે કે આ કટકા પાવ વળી શું હોય?? આજે અમે તમને કટકા પાવ શું હોય છે અને તે કેવી રીતે બનાવવામાં આવે છે તે શીખવશું. અમદાવાદની લકી સેન્ડવીચના આ કટકા પાવ ખૂબ જ ફેમસ છે કટકા પાવ શું હોય છે અને તેને કેવી રીતે બનાવવામાં આવે કટકા ભાવ મસાલા પાઉ અને પિઝાનું કોમ્બિનેશન છે. અમદાવાદના સૌથી ફેમસ કટકા પાવ અંકિત લકી સેન્ડવીચ પર મળે છે. તો ચાલો આજે અમે તમને જણાવીશું કે અંકિત લકી સેન્ડવીચ પર મળતા કટકા પાવ કેવી રીતે બનાવે છે સૌપ્રથમ રેગ્યુલર પાવ લો. પાવને એક્સાઇડ થી કટ કરી લો. ત્યારબાદ ગેસ પર એક તો મુકો અને તેમાં બટર નાખો બટર થોડું ગરમ થઇ ગયા બાદ તેમાં વડાપાવ નો મસાલો નાખી બરોબર ભેળવી દો. ત્યારબાદ એક સાઇડ થી કટ કરેલો પાવ તવા ઉપર મૂકીને બરોબર શેકી લો. ત્યારબાદ થોડું વધારે બટર નાંખીને પાવ ને થોડો ક્રિસ્પી શેકી લો. ત્યારબાદ પાવના 4 પીસ કરીને કટ કરી લો. અને તેના ઉપર પીઝા સોસ,ગ્રીન ચટણી,ડુંગળી, મસાલા સીંગ, સેવ, ટોમેટો કેચપ, ચીઝ, ચાટ મસાલો અને ધાણા નાખી સર્વ કરો. તો તૈયાર છે તમારો કટકા પાવ. આ પાઉ સ્વાદમાં એકદમ જ અલગ લાગે છે. જો તમને પણ કંઈક નવું નવું ટ્રાય કરવાનો શોખ હોય તો અવશ્ય આ પ્રમાણે ઘરે કટકા પાવ બનાવજો. આ કટકા પાવ ની કિંમત 60 રૂપિયા હોય છે. નાના બાળકોથી લઇને મોટા પણ આ કટકા પાવ ખાવા આવે છે. અમદાવાદમાં સૌપ્રથમ કટકા પાવ બનાવવાની શરૂઆત અંકિત લકી સેન્ડવીચના ઓનર એ કરી હતી. અમદાવાદમાં લગભગ ત્રણથી ચાર વર્ષ પહેલા આ કટકા પાવ મળવાની શરૂઆત થઇ હતી. અહીં ખૂબ જ ફેમસ કટકા પાવ મળે છે. જેનો ટેસ્ટ ખૂબ જ ટેસ્ટી હોય છે. જો તમે પણ અમદાવાદના હોવ તો તમે પણ અવશ્ય અંકિત લકી સેન્ડવીચ ના કટકા પાઉ જરૂરથી ટ્રાય કરજો. ચાલો નોંધી લો સરનામું અંકિત લકી સેન્ડવીચ, લો ગાર્ડન, અમદાવાદ. સમાચાર