સમાચાર

અમદાવાદમાં અહીં ફક્ત 20 રૂપિયામાં મળે છે 7 પ્રકારના અલગ અલગ પાણી અને તે પણ રાજસ્થાની સ્ટાઇલમાં…

નમસ્કાર મિત્રો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે. અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત કરવાનો નથી. આજકાલ લોકોને એકદમ તીખું અને તમતમતું ખાવાનું ખુબ જ ભાવે છે. એમાં પણ વળી જો પાણીપુરી, સેવપુરી, દહીંપુરી, કચોરી, ભેળ જેવું જો નાસ્તામાં કંઈક મળી જાય તો વાત જ શું કરવી!! આ બધી જ વસ્તુ ટેસ્ટ માં એકદમ ચટપટી હોય છે આથી નાના બાળકો થી માંડી ને યંગ લોકો અને વૃદ્ધ લોકોને પણ ખુબ જ ભાવે છે.

જો તમે પણ આવી ચાટ ખાવાના રસિયા છો તો આ ફૂડ આર્ટિકલ ખાસ તમારી માટે જ છે.. કંઈક અલગ નવું ખાવાનો ટ્રાય કરવો હોય તો આ આર્ટીકલ ખાસ વાંચજો. પાણીપુરી નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય છે. એકદમ તીખુંતમતમતું પાણી અને સાથે બટાટાની માવા વાડી પુરી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. પાણીપુરીની લારી ઉપર લોકો સો રૂપિયાની પાણીપુરી તો આમ જ ખાઈ જાય છે. અને લારી ઉપર પાણીપુરી ખાવાની પણ કંઈક અલગ જ મજા હોય છે. ચાલો પહેલા પાણી પુરી કેવી રીતે બને છે તે શીખી લઈએ. તમે ઘરે પણ પાણીપુરી બનાવી શકો છો.

પાણીપુરી કોને ના ભાવે? પરંતુ લારીની પાણીપુરી કઈ રીતે બનાવવામાં આવે છે તેવા અવારનવાર સમાચાર આવવાને કારણે ઘણાં લોકો હવે ઘરે જ બનાવતા હોય છે. પાણીપુરી માટે તમારે 3 જ વસ્તુ જોઈએ, ક્રિસ્પી પુરી, ટેસ્ટી મસાલો અને ચટાકેદાર પાણી. અહીં તમને પાણીપુરીનું પાણી બનાવવાની રીત, મસાલો બનાવવા ની રીત બતાવવામાં આવી છે.

પાણીપુરી માટે ચણા -બટાકાનો માવો બનાવવાની પદ્ધતિ પાણીપુરી ના મસાલા માટે સૌપ્રથમ તમારે કાળા ચણા બેથી ત્રણ કલાક પહેલા પલાળી રાખવા. ચણા બરોબર પલળી જાય ત્યારબાદ તેને કુકરમાં બટાકા સાથે જ બાફી લેવા. ચણા અને બટાકા જાય ત્યારબાદ તેને થોડા ઠંડા થવા દો. બટાકા ઠંડા થઈ જાય ત્યારબાદ તેને મેશ કરી લો અને અંદર લસણની ચટણી, સંચળ, મીઠું, લીલા ધાણા અને ચણા નાખીને બરાબર મિક્ષ કરી લો. તૈયાર છે મસાલો.

પાણીપુરી નું પાણી બનાવવાની પદ્ધતિ પાણીપુરી નું પાણી બનાવવા માટે સૌપ્રથમ પાણીની કોન્ટીટી પ્રમાણે લીલા ધાણા, લીલા ફુદીનો, લીલા મરચા લઇ લો. ત્યારબાદ તેને એક મિક્સર ના જાર માં ક્રશ કરી લો. ત્યારબાદ આ તૈયાર થયેલો લીલો મસાલો ઠંડા પાણીમાં મિક્સ કરી દો. ત્યારબાદ તેમાં તમારા સ્વાદ અનુસાર ઉપરથી લીંબુ,સંચળ, મીઠું તેમજ પાણીપુરીનો મસાલો નાખો. તૈયાર છે તમારું પાણીપૂરીનું પાણી.

સર્વ કરવા માટે સૌપ્રથમ પાણીપુરીની પુરી લો અને તેમાં વચ્ચે અંગુઠા વડે નાના કાણા પાડી લો. ત્યારબાદ તેમાં ચમચી વડે બટાકાનો અને ચણા નો મસાલો ભરી દો. ત્યારબાદ એકદમ ચિલ્ડ પાણીપુરીના પાણીમાં ડીપ કરો અને એકદમ ચટાકેદાર પાણીપૂરીનો આનંદ માણો. તૈયાર છે તમારી પાણીપુરી. જુદા જુદા ફ્લેવરની પાણીપૂરી ખાઈ ને મજા જ આવી જાય છે. આજે અમે તમને એવા જ અલગ-અલગ ફ્લેવર ની પાણીપુરી વિશે જણાવી રહ્યા છે.

જે લારી નું નામ છે ઇન્ડિયન પાણીપુરી. આ લારી પર કુલ સાત પ્રકારના અલગ-અલગ ફ્લેવરના પાણી હોય છે. ઇન્ડિયન પાણીપુરી ના ઓનર ઈશ્વરલાલ રાજસ્થાનના છે. ઇન્ડિયન પાણીપુરીની લારી ઉપર જીરાનું પાણી લસણનું પાણી ફુદીનાનું પાણી હાજમા હજમ નું પાણી લીંબુનું પાણી રેગ્યુલર પાણી અને સ્પેશ્યલ ગળ્યું પાણી એમ કુલ ૭ પ્રકારના પાણીના ફ્લેવર આવેલા હોય છે. જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે.

અહીં તમને 20 રૂપિયામાં કુલ સાત અલગ અલગ ફ્લેવર ના પાણીમાં પાણીપુરી ખાવા મળશે. આ લારી નો સમય બપોરે બે વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધીનો છે. લોકો દૂર દૂરથી આ ઇન્ડિયન પાણીપુરી ખાવા આવે છે. જો તમને પણ પાણીપુરી ખૂબ જ ભાવતી હોય અને પાણીપૂરીનો અલગ ટેસ્ટ કરવો હોય તો અવશ્ય ઇન્ડિયન પાણીપુરી મુલાકાત લેજો ખૂબ જ મજા આવશે. તો ચાલો નોંધી લો સરનામું ઇન્ડિયન પાણીપુરી , કર્ણાવતી ક્લબની સામે અમદાવાદ.

Leave a Reply

Your email address will not be published.