સમાચાર

પ્રેમીને પામવા પ્રેમીકાએ નકલી મેરેજ સર્ટિફિકેટ બનાવી નાખ્યું અને ફેસબુક પર મૂકી દીધું અને પછી તો…

આ એક ઘટના દહેગામ તાલુકાના પાલુન્દ્રા ગામમાંથી સામે આવી છે. આ કહાની બે સાચા પ્રેમીઓ ની છે. ત્યાં એક રબારી સમાજની છોકરી પ્રેમમાં એટલી બધી પાગલ થઇ ગઇ કે તેને પ્રેમીને પામવા મોટુ ષડયંત્ર રચી નાખ્યું હતું. યુવતીએ પોતાના બનેવી સાથે મળીને પ્રેમીના અને તેના નામ વાળુ ખોટુ લગ્ન પ્રમાણપત્ર બનાવી નાખ્યું હતું. યુવતીએ આ બધુ પોતાના પ્રેમીને પામવા માટે કર્યુ હતુ. જે એક વખત વિચારવામાં ખુબ જ નવીન અને અવિશ્વસનીય લાગે છે. પરંતુ આ એકદમ સત્ય છે. પરંતુ સારી વાત તો એ છે. કે પોલીસે સમગ્ર ઘટના વિશે જાણીને યુવતીને પકડી લીધી છે.

અમને એવી માહીતી મળી હતી કે, દહેગામના પાલુન્દ્રા ગામની રબારી સમાજની યુવતીને તેના જ ગામમાં રહેતા ચૌહાણ સમાજના છોકરા સાથે ખુબ જ પ્રેમ માં પડી ગઈ હતી. પોતાના પ્રેમીને પામવા માટે ગમે તે કરવા માત્ર તૈયાર થઈ ગઈ હતી. પરંતુ જ્યારે છોકરાનાની પોતાના સમાજની યુવતી સાથે સગાઇ કરવામા આવી હતી. એ વાતની જાણ યુવતીને થઇ જતાં તેને થયુ કે તેનો પ્રેમી પોતાનાથી દુર થઇ જશે. અને તેનાંથી તેના પ્રેમીની સગાઇ તોડાવવા બનેવી સાથે મળીને ખોટા લગ્નના પ્રમાણપત્ર બનાવી ફેસબુક ઉપર વાયરલ કરી દીધા હતા. આ છોકરીનુ નામ કાજલ ઇશ્વરભાઇ દેસાઇ અને તેના પ્રેમી એટલે કે આ છોકરા ને મેળવવા ખુબ જ તત્પર હતી.

કાજલ ઇશ્વરભાઇ દેસાઇએ બોરીજમા રહેતા પોતાના બનેવી મનીષ અમરતભાઇ રબારી સાથે મળીને ગુગલ ઉપરથી લગ્નના પ્રમાણપત્રનો ફરમો શોધી કાઢ્યો હતો અને ત્યારબાદ તેની કલર ઝેરોક્ષ કઢાવી નાખી હતી. તેનુ અને તેના પ્રેમીના ફોટા અને નામ સાથેનુ લગ્નનુ પ્રમાણપત્ર બનાવી ફેસબુક પર એકાઉન્ટ બનાવી અપલોડ કરી દીધું હતું. ત્યારબાદ મોબાઇલ નંબર ઉપરથી યુવતીએ તેના અને તેના પ્રેમીના સગા સબંધીઓને લગ્નનુ પ્રમાણપત્ર સોશિયલ મીડિયામાં શેર કરી દીધું હતું તેના કારણે લોકો ને ખબર પડવા તે માંગતી હતી.

અને ત્યારબાદ દહેગામના પાલુન્દ્રા ગામના રબારી અને ચૌહાણ સમાજના લોકો દ્વારા સાઇબર ક્રાઇમમા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેના લીધે આ ગુનાનો ભેદ સાઇબર ક્રાઇમ પોલીસની ટીમે બે દિવસમાં ઉકેલી નાખ્યો હતો. જે આ જિલ્લાની પોલીસ ટીમ માટે ગર્વ ની વાત છે. તેમ કહેવું ખોટુ નથી. પોલીસે યુવતી અને તેના બનેવીની ધરપકડ કરી હતી. સાઇબર ક્રાઇમની ટીમે કેસને તરત જ ઉકેલી નાખ્યો હતો અને તે છોકરી કાજલ અને તેના બનેવી મનીષની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ આ બંને આરોપીઓને કોર્ટમા રજૂ કરતા બે દિવસના રીમાંડ પર લેવામાં આવ્યા હતા. અને હવે તેમને તેમના આ ગુના ને લાયક સજા આપવામાં આવશે. તેમ કહી શકીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *