હેલ્થ

નિયમિત પલાળેલા અખરોટ ખાવાથી થાય છે એટલા ફાયદા કે…

શું તમે જાણો છો કે દરરોજ માત્ર ૨ પલાળેલા અખરોટ ખાવાથી તમારા શરીરને ઘણા ફાયદા થઈ શકે છે. અખરોટ મગજ માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. બદામ અને અખરોટ એવા બે ડ્રાય ફ્રુટ્સ છે જે સૌથી વધુ ખાવામાં આવે છે. પલાળેલા અખરોટમાં આવા ઘણા તત્વો જોવા મળે છે જે તમારા હાડકા અને દાંતને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. ખરેખર, આલ્ફા-લિનોલેનિક એસિડ અખરોટમાં જોવા મળે છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે.

ખુબ ઊંચા પોષણ મૂલ્યને કારણે અખરોટને સુપરફૂડ તરીકે માનવામાં આવી રહ્યું છે. અખરોટ આપણા શરીરને જરૂરી માત્રામાં હેલ્ધી ફેટ, ફાઈબર, વિટામિન અને મિનરલ્સ પૂરા પાડે છે. અમેરિકાના એક સંશોધનમાં એવું જાણવા મળ્યું હતું કે, નિયમિત અખરોટ ખાવાથી વૃદ્ધાવસ્થામાં મગજ ખુબ જ ઝડપી બને છે. અખરોટ ખાવાથી આપણા શરીરના બ્લડ કોલેસ્ટ્રોેલના સ્તરમાં પણ ઘટાડો થાય છે. તેમજ આંતરડાને પણ સારી સ્થિતિ માં જાળવી રાખે છે. તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં એવું બહાર આવ્યું કે અખરોટ ખાવાથી વૃદ્ધાવસ્થામાં મગજ ખુબ જ સારી રીતે ચાલી શકે છે.

અખરોટમાં ઓમેગા-૩ નામનું ફેટી એસિડ અને પોલિફિનોલ્સ હોય છે જે તમારા મગજના સ્ટ્રેસ અને દાહને દૂર કરવામાં ખુબ જ મદદ કરે છે. આ અભ્યાસ અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રિશનમાં પ્રસિદ્ધ થયો હતો. સંશોધકોને એવું જાણવા મળ્યું છે કે નિયમિત ધોરણે અખરોટ ખાવાથી શરીર તંદુરસ્ત અને ચુસ્ત હાલતમાં રહે છે. સંશોધકોએ પહેલા બે ભાગમાં થોડા થોડા વૃદ્ધોને વહેંચી નાખ્યા હતા અને પછી તે બધાને નિયમિત રીતે અખરોટ ખાવાની સલાહ અપાઈ હતી. લગભગ બે મહિનાના અંતે સંશોધકોએ નોંધ કરી કે જે પણ લોકોએ નિયમિત અખરોટ ખાધા હતા તેમનું મગજ અત્યંત ઝડપી ગતિએ કામ કરી રહ્યું હતું અને શરીર પણ પ્રમાણસર તંદુરસ્ત અને ચુસ્ત રહ્યું હતું.

અભ્યાસને અંતે સંશોધકોએ એવું જણાવ્યું કે રોજના ચાર અખરોટ જો ખાવામાં આવે તો કેન્સર, મેદસ્વિતા અને ડાયાબિટીસ જેવી બીમારીને પણ દૂર રાખી શકાય છે. અને સાથે સાથે વજન પણ નિયંત્રિત કરવામાં પણ ઘણી મદદ મળે છે. અખરોટ ખાવાથી બીજા ઘણા બધા ફાયદા થાય છે જેમ કે, સંજ્ઞાત્મક ક્ષમતા, પ્રજનન આરોગ્ય અને જીવનશૈલી સંબંધી વગેરે જેવી બીમારીઓ પણ દૂર થઇ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *