સમાચાર

અમદાવાદ કે લોગ 40 જગહ પર બચકે રહેના! અકસ્માત થવાની સંભાવના ધરાવતા નવા સ્થળો બ્લેક સ્પોર્ટ જાહેર

સ્માર્ટ સીટી અમદાવાદ શહેર દિવસેને દિવસે ટ્રાફિકથી ભરચક બની રહ્યું છે. જેના કારણે અમદાવાદ શહેર અને જિલ્લામાં અક્સ્માતના બનાવો ખૂબજ વધી રહ્યા છે. જેને ધ્યાને રાખીને તંત્ર દ્વારા જ્યાં વારંવાર અક્સ્માત થતાં હોય તેવા 34 સ્થળોને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરાયા હતા.

હવે શહેરના વધુ 6 નવા સ્થળોને બ્લેક સ્પોટ જાહેર કરાયા છે. નવા જાહેર કરાયેલા બ્લેક સ્પોટમાં જ છેલ્લા 3 વર્ષમાં 53 જીવલેણ અકસ્માતોમાં 25 લોકોના મોત થયાં છે એટલે બ્લેક સ્પોટમાં 6 સ્થળોના વધારા સાથે અમદાવાદમાં અકસ્માતની સંભાવના વાળા બ્લેક સ્પોટની સંખ્યા હવે વધીને 40 થઇ ગઇ છે.

આમ અમદાવાદમાં અકસ્માતના બનાવો વધે નહીં તે માટે અસરકારક પગલાં ભરવા રોડ સેફટી કમિટીએ જે-તે વિભાગને આદેશ કર્યો છે. અમદાવાદ ડિસ્ટ્રીકટ રોડ સેફટી કમિટીની બેઠક તાજેતરમાં અમદાવાદ આરટીઓની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં આરએન્ડ બી, આરટીઓ, નેશનલ હાઇવે ઓથોરીટી, સ્ટેટ હાઇવે ઓથોરિટી, ટ્રાફિક પોલીસ વિભાગના અગ્રણીઓએ હાજર રહીને રોડ સેફટીને લઇને વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી.

જેમાં અમદાવાદ શહેરનાં રખિયાલ ચાર રસ્તા, બાપુનગર ચાર રસ્તા, કામદાર મેદાન સારંગપુર, અદાણી સર્કલ રામોલ ટોલ પ્લાઝા, મણિનગર રેલવે સ્ટેશન અને અડાલજ કટને બ્લેક સ્પોટ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે અમદાવાદ ડિસ્ટ્રીક્ટ રોડ સેફટી કમિટીના જણાવ્યા પ્રમાણે અમદાવાદ શહેર અને જિલ્લાના મળીને કુલ 34 બ્લેક સ્પોટ ઉપર અકસ્માત ઘટાડવા માટે માટે કામગીરી કરાઇ છે.

ઉપરાંત નવા જાહેર કરાયેલા 6 બ્લેક સ્પોટ ઉપર અક્સ્માતના કેસો ઘટે તે માટે વિવિધ વિભાગોના અધિકારીઓને સ્થળ મુલાકાત લઇને જરુરી કામગીરી કરવા કમિટીના અધ્યક્ષ આર.જી દેસાઇએ આદેશ કર્યો છે. એટલે કમિટીના સભ્યો આગામી સમયમાં નવા બ્લેક સ્પોટ ઉપર જઇને યોગ્ય કાર્યવાહી કરશે. આમ અમદાવાદમાં સંભવિત અકસ્માતના સ્થળો એવા બ્લેક સ્પોટમાં વધારો થયો તે હાલ તો ચિંતાનો વિષય છે.

બ્લેક સ્પોટ પર અક્સ્માત ઘટાડવા કેવાં પગલાં લેવાશે હાઇવે ઉપર રસ્તો ક્રોસ કરવા ખોટી રીતે તોડેલા ડિવાઇડર સરખા કરાશે વાહનચાલકનું વિઝન કપાતું હોય તેને ધ્યાને રાખીને દબાણો દુર કરાશે જરૂર હોય ત્યાં સ્પીડબ્રેકર મુકવાની કામગીરી થશે નડતરરૂપ હોર્ડિગ્સ દુર કરાશે રસ્તો પહોળો કરવાની જરૂર હોય તો તેની કામગીરી કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *