પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પહોચ્યા અલ્પાબેન પટેલ, આવું આયોજન જોઇને કહ્યું, “ચારધામની યાત્રા જેવો માહોલ…” -જુઓ તસ્વીરો
હાલના સમયમાં ગુજરાતમાં એક ખૂબ જ મોટો મહોત્સવ ઉજવાય રહ્યો છે આજના સમયમાં આવશો ને તમે સૌ લોકો જાણતા જશો તે મજા ઉત્સવ અમદાવાદ શહેરના આંગણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે. દેશ-વિદેશમાંથી દરરોજ લાખો હરિભક્તો પ્રમુખસ્વામી નગરના દર્શન કરવા આવી રહ્યા છે.
અહીંનું દૃશ્ય જોઈને એવું લાગે છે કે જાણે ધરતી પર સ્વર્ગ ઊતરી આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી અહીં સેંકડો સ્વયંસેવકો પોતાનો ધંધો યથાવત રાખીને સેવા આપી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની મુલાકાત લેવા તમામ ગુજરાતીઓની સાથે સાથે ગુજરાતના મોટા કલાકારો, ઉદ્યોગપતિઓ અને મોટા નેતાઓ અહીં આવી રહ્યા છે.
તેમજ તમને જાણ ન હોય તો જણાવી દેવી કે આ મહોત્સવમાં દરેક મોટા મોટા જેવા કે જીગરદાન ગઢવી, ગીતાબેન રબારી, કિંજલ દવે, ભીખુદાન ગઢવી અને અન્ય કલાકારોએ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની મુલાકાત લીધી છે. ત્યારે થોડા દિવસો પહેલા ગુજરાતી કલાકાર અલ્પાબેન પટેલે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની મુલાકાત લીધી હતી.
તેમજ સૌના લોકપ્રિય એવા અલ્પાબેન પટેલ તેમજ તે ફેસ્ટિવલ વિશે તેમના શબ્દો તેમજ તેમના અનુભવ દ્વારા જણાવતા કહે છે કે, હાલમાં તેની ચર્ચા સર્વત્ર ચાલી રહી છે. પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી સમારોહમાં અલ્પાબેન પટેલ તેમના પતિ સાથે આવ્યા હતા. તેથી જ અહીં હરિના ભક્તો તન, મન અને ધનથી ખૂબ મહેનત કરીને સેવા કરી રહ્યા છે. ચાઈલ્ડ ટાઉનશીપની બાબત પણ અનોખી છે.
હું તમામ બાળકોના માતા-પિતાનો આભાર માનું છું કે જેઓ તેમના બાળકોને અહીં લાવ્યા છે. વધુમાં અલ્પાબેન પટેલે જણાવ્યું કે, બાપાના નિવાસસ્થાનેથી બનેલી મૂર્તિ જોઈને લાગે છે કે હવે બાપા બોલશે. અલ્પાબેન પટેલે કહ્યું કે હું કહું તો બહુ ઓછું લાગશે, પરંતુ જીવન ધન્ય બની ગયું છે તેમ કહી શકું છું. અંતમાં અલ્પાબેન પટેલે તમામ હરિભક્તોને જય સ્વામિનારાયણ કર્યા હતા.