અમદાવાદ: પોતાનું લફરું ટકાવી રાખવા ભાભીએ નાની બહેનના લગ્ન દેવર સાથે કરાવ્યાં અને બાદમાં એક વર્ષમાં જ થયું એવું કે…

અમદાવાદ શહેરમાં ૧૫ વર્ષથી દિયર સાથે અફેર રાખી અને પોતાનો બનાવી રાખવા માટે મહિલાએ પોતાની જ નાની બહેનના લગ્ન તેના દિયર સાથે કરાવી દીધાં હતાં. જીજા-સાળીનો સંબંધ બનતાં પ્રેમસંબંધ અંગે કોઈને શંકા પણ ન જાય અને સાથે રહી શકે તેના માટે મહિલાએ આ લગ્ન કરાવી દીધાં હતાં. જોકે જ્યારે મોબાઈલમાં મોટી બહેન અને પતિ વચ્ચે વાતો અને ફોન કોલની જાણ થતાં જ મહિલાએ અભયમ હેલ્પલાઇન ૧૮૧ની મદદ લઇ લીધી હતી.

મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા બંને બહેનો અને યુવકનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. ભાભી-દિયરમાંથી જીજા સાળી બની અને પ્રેમ સંબંધનો અંત લાવીને પતિ-પત્ની અલગ રહેવા ચાલ્યા જશે તેવી બાંહેધરી આપતા સુખદ સમાધાન થઈ ગયું હતું. ભાભી સાથેના અફેરમાં પત્નીને ઘરેથી કાઢી મૂકી હતી. મહિલા હેલ્પલાઇન અભયમ ૧૮૧ને એવો કોલ મળ્યો હતો કે, પતિએ મારઝુડ કરી અને ઘરમાંથી કાઢી મૂકી છે અને હવે ઘરમાં રહેવાની ના પાડે છે.

જેથી હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચી હતી. હેલ્પલાઇનની ટીમે મહિલાની પૂછપરછ કરતા તેનું નામ છાયા હોવાનું જણાવા મળ્યું હતું. તેણી મૂળ ઉત્તરપ્રદેશના અયોધ્યાની રહેવાસી છે અને ૧ વર્ષ પહેલાં જ સંજય સાથે તેના લગ્ન થયા હતા. પત્નીએ એવું જણાવ્યું હતું કે, તેની મોટી બહેનના દિયર સાથે જ લગ્ન કરાવવામાં આવ્યા છે. બંને બહેનોના એક ઘરમાં જ બે સગાભાઈઓ સાથે લગ્ન કરાવવામાં આવ્યા છે અને બંને સાથે જ રહે છે.

મોટી બહેનના લગ્ન ૧૫ વર્ષ પહેલાં થયા હતા. પરિણીતાનો પતિ હંમેશા મોબાઈલમાં જ વ્યસ્ત અને મોટી બહેન પણ ઘરમાં સતત કામ કરાવતી રહેતી હોવાથી તેને થોડી શંકા ગઈ હતી. પતિનો મોબાઈલ જોતા જ તેમાં પોતાની મોટી બહેન અને પતિ સંજય વચ્ચેની ચેટ અને ફોન કોલ જોવા મળ્યા હતા. બંનેને આ બાબતે પૂછતાં એવું જાણવા મળ્યું હતું કે, મોટી બહેન અને પતિ સંજય બંને પ્રેમમાં પડેલા હતા. બંને એકબીજા સાથે પ્રેમમાં રહે અને કોઈને પ્રેમસંબંધ અંગે જાણ ન થાય તે માટે દિયરના લગ્ન છાયા સાથે કરાવી દેવામાં આવ્યા હતા.

ભાભી-દિયર અને બાદમાં જીજા-સાળીનો સંબંધ બનાવી અને એકબીજાનો પ્રેમ એમ જ જાળવી રાખવા માટે આ રીતે મોટી બહેને નાની બહેનને પ્રેમી સાથે લગ્ન કરાવી દીધા હતા. આ સમગ્ર બાબત અંગે મહિલા હેલ્પલાઇનની ટીમે કાયદાકીય માહિતી આપી દીધી હતી. તેઓએ સમાજની વચ્ચે ભૂલ સ્વીકારી અને માયાએ પોતાના દિયરમાંથી જીજાજી બનાવેલા સંજય સાથેના સંબંધોનો અંત લાવી અને પત્ની સાથે અલગ રહેવા જવા માટેની બાંહેધરી આપી હતી. આમ મહિલા હેલ્પલાઇને બે સગી બહેનોના લગ્નજીવનને તૂટતાં બચાવી લીધું હતું.

Leave a Reply

Your email address will not be published.