સમાચાર

અમદાવાદમાં ચાર દિવસમાં ચાર અંગદાન, ખાનગી હોસ્પિટલમાં બ્રેઈનડેડ દર્દીના અંગોનું દાન કરાયું

આપણું ગુજરાત ઓર્ગન ડોનેશન માં પ્રથમ છે, અમદાવાદ સિવિલમાં છેલ્લા ચાર દિવસમાં ચાર ડોનર મળ્યા હતા જેને કારણે 14 અંગોનું દાન કરવાથી જરૂરિયાત મંદ લોકો નું જીવન ઉજ્વળ બનશે હાલમાં ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી અંગદાન સેવાને કારણે ખૂબ જ જાગૃતિ વધી છે.

પહેલા આ અંગદાન સેવા સુરત અને અમદાવાદની સરકારી હોસ્પિટલ સુધી જ મર્યાદિત હતી પરંતુ હવે તો રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ખાસ કરીને ખાનગી હોસ્પિટલમાં પણ શક્ય બની છે. ૧૫થી ૧૮ જૂની વાત કરીએ તો અમદાવાદ ની સિવિલ હોસ્પિટલમાં દરરોજ એક અંગનું દાન કરવામાં આવ્યું છે. ઉપરાંત અમદાવાદની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ ૧૮ જૂનના રોજ અંગનું દાન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ સિવિલમાં છેલ્લા ચાર દિવસમાં થયેલ 71 થી 74માં અંગદાનની સમગ્ર વિગતો આ પ્રમાણે છે. 71માં અંગદાનમાં સુરેન્દ્રનગરના સંજયકુમાર ગોહિલના અંગદાનથી હ્યદય, બંને કિડની અને લીવર 72માં અંગદાનમાં મહેસાણાના મનોજભાઇ પરમારના અંગદાનમાં હ્યદય, બંને કિડની, લીવર અને સ્વાદુપિંડ, 73માં અંગદાનમાં સુરેન્દ્રનગરના સંગીતાબેન વનાલીયાના અંગદાનમાં હ્યદય, બંને કિડની અને લીવર.

74 માં અંગદાનમાં અમદાવાદના 25 વર્ષીય રાહુલભાઇ રાજભરના લીવરનું દાન મળ્યું છે. આ ચાર દર્દીઓ વિશે વાત કરીએ તો આ દર્દીઓ બ્રેઇનડેડ થયા બાદ અંગદાન માટે તેમના સગાસંબંધીઓને સમજાવવામાં આવ્યું હતું. અને તેમના સગાસંબંધીઓ તૈયારીમાં માની ગયા હતા. અને અંગ દાતાઓના સંબંધીઓ અંગદાન મહત્વ થી વાકેફ થયા હતા.

જ્યારે અમદાવાદની ખાનગી કે.ડી. રસપ્રદ વાત એ છે કે, દલ્લુ વિનયગામ, હાઈકોર્ટના ભૂતપૂર્વ કર્મચારી કે જેઓ હોસ્પિટલમાં મેરેથોન તેમજ સ્વિમિંગ પ્રવૃત્તિઓમાં સામેલ હતા, જ્યારે તેઓ બ્રેઈન ડેડ હતા ત્યારે અંગદાન માટે સ્વેચ્છાએ સેવા આપી હતી. તેઓ છેલ્લા કેટલાક સમયથી મીડિયા દ્વારા અંગદાન વિશે વાંચતા હતા અને અંગદાનનું મહત્વ સમજતા હતા અને 16મી જૂનના રોજ દલુભાઈ વિનયગામનું બ્રેઈન ડેડ થવાથી અવસાન થયું ત્યારે તેમના પરિવારજનોએ અંગદાનની ઈચ્છા અન્ય લોકો માટે વ્યકત કરી હતી. હોવું કિડની, લીવર અને બંને કોર્નિયાનું દાન મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published.