સમાચાર

બજારમાં કેરીના ભાવમાં થયો ઘટાડો, આ કારણે કેરી ખૂબ જ સસ્તા ભાવે વેચાઇ રહી છે.

અમદાવાદના કેરી બજાર એટલે કે નરોડા ફ્રુટ માર્કેટ માં કેરીનો જથ્થાબંધ ભાવ ૭૦૦ રૂપિયા થી ૯૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે. વિજયવાડા,મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં થી આ વર્ષે કેરીનો જથ્થો બજારમાં વેચવા માટે આવ્યો છે. અમદાવાદના માર્કેટમાં હવે સસ્તી કેરી મળી રહી છે. તમને સાંભળીને થોડું નવાઈ લાગશે પણ અમદાવાદમાં હવે તાલાલા-ગીરની કેરીઓ શેરીના ભાવે વેચાઈ રહી છે.

કેરીની એક પેટી જે 21 એપ્રિલે લગભગ રૂ. 1,500માં વેચાતી હતી તે હવે રૂ. 1,000ની આસપાસ મળી રહી છે. આ માટે ઘણા કારણો જવાબદાર છે. અમદાવાદના પ્રહલાદનગર રોડ અને વસ્ત્રાપુરના ખેડૂતો સીધા કેરીનું વેચાણ કરે છે. અમદાવાદમાં કેરીના સારા ભાવ મેળવવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો અહીં આવે છે. છેલ્લા એક મહિનાથી ખેડૂતો કેરીનું વેચાણ કરી રહ્યા છે. આ માટે વિવિધ સ્થળોએ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. અહીં ગ્રાહકો કેરી ચકાસીને ખરીદી શકે છે.

1 મેના રોજ કેરીનું એક બોક્સ લગભગ 1,500 રૂપિયામાં વેચાયુ હતું હવે તેની કિંમત 1,000 રૂપિયા છે. તેની પાછળનું કારણ પણ ખાસ છે. આ અંગે વાત કરતા ખેડૂત જમનાભાઈ ઠુમ્મરે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા એક મહિનાથી ગીરથી કેરી લાવી રહ્યા છે. જો કે, તેઓને હવે કેરીઓ લઈ જવી પોસાય તેમ નથી. કારણ કે હવે વરસાદ નજીક છે.

આ અંગે વેપારી દેવાભાઈ અને વિકી તોલાણીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક સહિત અનેક રાજ્યોમાંથી કેરીઓ આવી છે. કેરળમાં વરસાદ નજીક છે. હવામાન વિભાગે પણ 15 જૂનથી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેના કારણે વેપારીઓને ડર સતાવી રહ્યો છે કે જો વરસાદ પડશે તો કેરી ખાવાનો વર્ગ નહીં મળે. જેથી વેપારીઓ તેમનો સ્ટોક માર્કેટમાં લઈ જશે. જેથી કરીને કેરી સસ્તી થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.