બેકાબૂ બનેલી ટ્રકે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર બે જણના ઘટનાસ્થળે જ મૃત્યુ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા મોહનગામ ગેટ પાસે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક બેકાબૂ બનેલી ટ્રકે બે વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારી દીધા છે અને બીજા ચાર લોકો ઘાયલ છે. આ ટ્રકે હાઇવેની સાઇડ ઉપર કેરીના સ્ટોલના માલિકને પણ અડફેટમાં લીધા હતા ઉપરાંત મુસાફરોની રાહ જોતા રીક્ષા ચાલકને પણ અડફેટમાં લીધા હતા. જેના કારણે તેઓ ખૂબ જ ઇજાગ્રસ્ત બન્યા છે.
રિક્ષાચાલક બહાર નીકળી જવાથી તે બચી ગયો હતો. આ બેકાબુ બનેલ ટ્રકે હાઈવેની સાઈડમાં ઉભેલી એક કારને પણ અડફેટમાં લીધી હતી, પરંતુ કાર ચાલક બહાર હોવાથી તે બચી ગયો હતો ઉપરાંત રસ્તે ચાલનાર એક રાહદારીને પણ અડફેટમાં લઇ લીધો હતો. આમ આ બેકાબુ બનેલા ટ્રકે એક પછી એક વારાફરથી વાહનો અને અને વ્યક્તિઓને અડફેટમાં લેતા દોડધામ મચી ગઇ હતી.
બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતને કારણે હાઈવે પણ બ્લોક થઈ ગયો હતો. બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર મોહનગામ ગેટ પાસે હાઈવેની સાઈડમાં ઉભેલા કેટલાક લોકોને ટ્રકે ટક્કર મારી હતી. ટ્રક હાઈવે પર એક કારને પણ ટક્કર મારી હતી.
ટ્રકે ત્યાંથી પસાર થતા લોકોને પણ ટક્કર મારી હતી. રિક્ષા સાથે ટક્કર થતાં રિક્ષા હવામાં ઉડીને કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટનામાં કુલ 2 લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકો ઘાયલ થયા છે. આ ઘટનાથી હાઇવે પર જામ સર્જાયો હતો. બનાવની જાણ થતા ભીલાડ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તે જ સમયે, અકસ્માતમાં ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આથી ભીલાડ પોલીસે ટ્રક ચાલક અને અકસ્માત સર્જનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એક સાથે બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજતાં સમગ્ર પંથકમાં શોકનું વાતાવરણ હતું. જો કે હજુ સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી. પોલીસે ભોગ બનનારની ઓળખ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી