અમદાવાદનું ફેમસ પ્રાઇમ ડાઇન રેસ્ટોરન્ટ જ્યાં મળે છે ફક્ત 270 રૂપિયામાં અનલિમિટેડ પંજાબી ફૂડ…
આજકાલ લોકોને ચટાકેદાર જમવાનું ખુજ ભાવે છે.. તેમાં પણ લોકો હવે પંજાબી ફૂડ ખાવાનું વધુ પસંદ કરે છે.જમવામાં આજ-કાલ પંજાબી વાનગીઓનું ચલણ બહુ વધી ગયું છે. ઘરે જમવાનું હોય કે હોટેલમાં જમવાનું હોય, આજ-કાલ પંજાબી વાનગીઓ લોકોની સૌથી વધુ મનપસંદ હોય છે.પંજાબી ફૂડ ટેસ્ટમાં સ્પાઇસી અને ચટપટુ હોય છે આથી લોકોને આજકાલ પંજાબી જમવાનું ખુબ જ ભાવે છે.
જો તમે પણ પંજાબી ફૂડ ખાવાના શોખીન હોવ તો આજે અમે તમને ખુબ જ ટેસ્ટી પંજાબી ફૂડ વિશે જણાવવા જઈ રહ્યા છે.. જ્યાં તમે માત્ર 270 રૂપિયામાં અનલિમિટેડ પંજાબી થાળી ખાવા મળશે. અમદાવાદના જોધપુર ગામમાં આવેલી પ્રાઇમ ડાઇન નામની રેસ્ટોરન્ટ માં માત્ર 270 રૂપિયામાં અનલિમિટેડ પંજાબી ફુડ મળે છે.
તમે 270 રૂપિયામાં સ્ટાર્ટરમાં બે બે પ્રકારના સુપ જેવા કે ટોમેટો સૂપ અને હોટ એન્ડ સોર સૂપ, તેમજ સ્પ્રિંગ રોલ સાથે ગ્રીન ચટણી હોય છે. મેઈન કોર્સમાં બે પ્રકારની રોટલી જેવી કે સાદી બટર રોટલી અને બટર નાન, બે પ્રકારના શાક જેવા કે પનીર કઢાઈ અને વેજ મખ્ખનવાલા, સલાડ,પાપડ, અથાણું, છાસ, દાળ ફ્રાય અને જીરા રાઈસ હોય છે. અને ડેઝર્ટ માટે તેઓ છેલ્લે આઈસ્ક્રીમ પણ આપે છે.
ટેસ્ટ ની જો વાત કરીએ તો આ રેસ્ટોરન્ટના જમવાનો ટેસ્ટ ખુબ જ સરસ હોય છે.. જે પણ લોકો અહીં જમવા આવે છે તે લોકો આંગળા જ ચાટતા રહી જાય છે.. તેઓ પનીર ની સબ્જીમાં એક પનીર કઢાઈ અને બીજી વેજ મખ્ખનવાલા આપે છે.. જે ટેસ્ટમાં એકદમ ચટપટો હોય છે. તંદુરી બટર નાન પણ એકદમ સોફ્ટ હોય છે..
ભાગ્યે જ કોઈએ આ રેસ્ટોરન્ટ ની મુલાકાત લીધી નઈ હોય પણ જે કોઈએ તેની મુલાકાત લીધી હશે તેઓ આ રેસ્ટોરન્ટ ના વખાણ કરતા થાકતા નથી.. આ રેસ્ટોરન્ટ અંદરથી ખૂબ જ સુંદર છે. જો તમારી ફેમિલી મોટી હોય તો તમે અવશ્ય આ રેસ્ટોરન્ટની મુલાકાત લઈ શકો છો. અહીં બેસવાની જગ્યા પણ ખુબ જ સરસ છે. સ્ટાફ પણ ખુબ જ કોઓપરેટીવ છે.
એકદમ તડકેદાર દાળ, જીરા રાઈસ પણ ટેસ્ટમાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે..ખુબ જ સ્વચ્છપણે અહીં બધું જ ફૂડ બનાવવામાં આવે છે.. અહીં અનલિમિટેડની સાથે બીજી બધી પણ આયટમ હોય છે જે તમે મેનુ જોઈને ઓર્ડર કરી શકો છો. જો તમે પણ અમદાવાદના હોય અથવા તો અમદાવાદ આવવાનું વિચાર કરી રહ્યા હોય તો અવશ્ય આ પ્રાઇમ ડાઇન રેસ્ટોરન્ટ ની મુલાકાત લેજો.. ખરેખર ખુબ જ મજા આવશે આ પંજાબી અનલિમિટેડ ભાણું જમવાની.. તો ચાલો નોંધી લો આ એડ્રેસ. સચેત ચાર પ્રેરણાતીર્થ, દેરાસર રોડ સત્યમ કોમ્પલેક્ષ, જોધપુર ગામ, અમદાવાદ