અમદાવાદમાં મહિલાને પોતાના દેવર સાથે જ પ્રેમ થયો, અંગત ફોટા પ્રેમીએ સાસરીયાં વાળાને બતાવ્યા અને પછી તો…

અમદાવાદ શહેરમાં લગ્ન બાદ યુવતીને તેના માસીજીના દીકરા સાથે પ્રેમસંબંધ રાખવો ભારે પડી ગયો છે. તેનો પ્રેમી અંગતપળોના ફોટા બતાવી અને પ્રેમસંબંધ રાખવા માટે બ્લેકમેઈલ કરતો હતો. તેણે અંગતપળોના બધા ફોટો યુવતીના સાસરીયાવાળાને બતાવી દીધાં હતાં. જેથી તે યુવતીને સાસરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. પ્રેમીએ તેને સતત એક મહિના સુધી એક રૂમમાં પુરી રાખી અને તેના પર ત્રાસ ગુજાર્યો હતો.

આખરે યુવતીએ અભયમની ટીમને ફોન કરી દેતા અભયમની ટીમ પહોંચે તે પહેલાં જ યુવતીને લઇ તે ત્યાંથી નાસી ગયો હતો. બાદમાં યુવતીને રસ્તામાં છોડી દીધી અને ફરાર થઇ ગયો હતો. મહિલા હેલ્પલાઇનની ટીમે યુવતીને તેના ધર્મના ભાઈ-ભાભીના ઘરે સુરક્ષિત રીતે પહોંચાડી દીધી હતી. મળતી માહિતી પ્રમાણે શહેરના વસ્ત્રાલ વિસ્તારમાંથી એક યુવતીએ અભયમ મહિલા હેલ્પલાઈન ૧૮૧માં ફોન કરીને મારા પ્રેમીએ મને જબરદસ્તી કરીને ઘરમાં પુરીને પકડી રાખી છે.

મારે તેની સાથે રહેવુ જ નથી. જેથી મહિલા હેલ્પલાઈનની ટીમ ફોન પર સરનામું પૂછ્યું પરંતુ તે કહી જણાવી ન હતી. બાદમાં તેનો ફોન બંધ આવવા લાગ્યો હતો. હેલ્પલાઇનની ટીમ જેમ તેમ અધૂરા સરનામે પહોંચી અને પ્રેમીના ફોન પર ફોન કરતા ફોન બંધ આવતો હતો. પ્રેમીને જાણ થતા જ તે યુવતીને લઈને ત્યાંથી ભાગી ગયો હતો, જેથી અભયમની ટીમે આસપાસના લોકોની પુછપરછ કરી તેમ છતા પણ યુવતીનું કોઈ લોકેશન જાણવા મળ્યું નહોતું.

આ દરમિયાન અભયમની ટીમ તે વસ્ત્રાલના એક ફ્લેટમાં પહોંચી ગઈ હતી. ફ્લેટના એક સભ્ય દ્વારા ફોન નંબર તેના મોબાઈલમાં ડાયલ કરતા નંબર આવી ગયો હતો. તેણે જણાવ્યું હતું કે આજે જ આ વ્યક્તિ પાર્કિંગના સ્ટીકર પણ લઈ ગયો હતો. આ દરમિયાન ફોન કરનાર યુવતીનો ફોન હેલ્પલાઇનની ટીમ પર આવ્યો હતો અને તેને રસ્તા પર જ તેનો પ્રેમી છોડીને ચાલ્યો ગયો હોવાનુ જણાવ્યું હતું.

જેથી અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી અને યુવતીની પુછતાછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે યુવતીના માસીના દિકરા સાથે યુવતીના લગ્ન થયાના ૬ મહિના બાદ પ્રેમ થઈ ગયો હતો. બાદમાં બન્ને એકબીજાને મળવા પણ લાગ્યા હતા. આ દરમિયાન પાગલ બનેલા પ્રેમીએ યુવતી સાથેના અંગતપળોના વીડિયો અને ફોટા પડી લીધા હતા અને યુવતીના પતિ અને સાસરીયાવાળાને બતાવી દેતાં યુવતીને ઘરમાંથી કાઢી મૂકી અને પ્રેમીએ એક મહિના સુધી તેને ઘરમાં બાંધી રાખી હતી.

પ્રેમી તેના પર ત્રાસ ગુજારતો હતો. હેલ્પલાઇનની મદદ લેતા તેને જાણ થઈ ગઈ હતી. જેથી ત્યાંથી લઈને તે નાસી ગયો હતો. બાદમાં રસ્તા પર છોડીને તે ફરાર થઈ ગયો હોવાનું જણાવ્યુ હતુ. યુવતીને કોઈ પોલીસ ફરિયાદ કરવી ન હોય અને તેને તેના ધર્મના ભાઈ-ભાભીના ઘરે રહેવું હોવાથી અભયમની ટીમે યુવતીને તેના ધર્મના ભાઈ-ભાભીના ઘરે મોકલી આપી અને યુવતીને બચાવી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published.