અમદાવાદમાં પ્રેમીએ પ્રેમિકાની માતાને જ કહ્યું એવું કે તમારી દીકરી મારી સાથે જબરદસ્તી મોજ માણવા માંગે છે અને બાદમાં તો…
અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં એક મહિલાએ પોતાની દિકરીને સમજાવવા માટે અભયમ હેલ્પલાઈનને કોલ કરેલો હતો. આ કોલને આધારે ૧૮૧ની ટીમ ત્યાં પહોંચી તો એવું જાણવા મળ્યું હતું કે, મહિલાની દીકરી અવારનવાર ઘરની બહાર જતી રહે છે. તેમજ આત્મહત્યા કરવાની ધમકીઓ પણ આપતી રહે છે. અત્યારે તે ત્રણેક દિવસથી કંઈ જમી પણ નથી. અભયમની ટીમે દીકરીનું કાઉન્સેલિંગ કરતાં તેણે પહેલાં તો કંઈ પણ જણાવ્યું નહોતું.
બાદમાં તેમણે તમામ માહિતીને ગુપ્ત રાખવા માટે અને ઘરમાં પણ નહીં જણાવવા વિશ્વાસ અપાવવાનું કહેતાં જ તેણે પોતાની વ્યથા વર્ણવી હતી. દીકરીએ અભયમની ટીમને એવું જણાવ્યું હતું કે, છેલ્લા ૪ વર્ષથી તેને એક છોકરા સાથે સંબંધ છે. બંને જણાએ લગ્ન કરવાનું પણ વિચારી લીધું હતું. પરંતુ એક વર્ષ પહેલાં જ તે છોકરાએ કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા હતાં. તેમ છતાંય બંને વચ્ચે સંબંધ હજુ છે.
આ છોકરાએ એવું કહ્યું હતું કે જ્યાં સુધી તારા લગ્ન ના થાય ત્યાં સુધી હું તારો જ સાથ આપીશ. પરંતુ આ છોકરો આજથી ત્રણ દિવસ પહેલાં તેના પરિવાર સાથે મને અને મારી માતાને મળ્યો હતો. અમારા ચાર વર્ષના પ્રેમ સંબંધનો આરોપ તેણે મારી ઉપર નાખી દીધો હતો. આ છોકરાએ એવું પણ કહ્યું હતું કે, આ છોકરી જબરદસ્તીથી સંબંધ નિભાવવા માટે મને ટોર્ચર કરી રહી છે. આ બાબતે દીકરીને અતિશય ખોટું લાગી આવ્યું હતું અને તેણે જેની પર વિશ્વાસ કર્યો હતો તેણે જ તેની સાથે જ આવો વિશ્વાસઘાત કર્યો હતો.
જેથી તે હવે જીવવા માંગતી નહોતી. બીજી બાજુ પરિવારમાં માત્ર માતાને જ આ બાબતની જાણ હોવાથી તે કોઈ કાનૂની કાર્યવાહી કરવા પણ માંગતાં નહોતાં. હેલ્પલાઈને તમામ બાબતો જાણી અને પીડિતાને સમજાવી પણ હતી. કોઈ પણ પ્રકારની મુસીબતોથી ભાગવું એ તે મુસીબતનું સોલ્યુશન નથી. અભયમની ટીમે પીડીતાને એવું પણ સમજાવ્યું હતું કે, હવે આ બધુ ભુલીને તારે આગળ વધવું જોઈએ. જેથી પીડિતાએ અભયમની ટીમના કહેવાથી તેમનું માન્યુ હતું કે, તે હવે બઘુ ભુલી અને આગળ વધશે અને મરવાનો વિચાર પણ નહીં કરે. તે ઉપરાંત તે માતાપિતાના કહેવા મુજબ જ લગ્ન કરશે.