અમદાવાદની મહિલાને પેલા લગ્નની લાલચ આપી અને બાદમાં વિડિયો વાયરલ કરવાની ઘમકી આપીને અનેકવાર દુષ્કર્મ આચર્યું

શહેરમાં યુવતીને પ્રેમ જાળમાં ફસાવી અને યુવકે અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવકે પહેલા લગ્નની લાલચ આપી અને યુવતી સાથે બળજબરી કરી અને આ બાદ સંબંધ દરમિયાનનો વીડિયો ઉતારી અને યુવતીને બ્લેકમેઈલ કરીને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તે લગ્ન કરવાથી ફરી જતા જ આ મામલે હવે યુવતીએ આરોપી યુવક વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે.

સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, પૂજા ૧૪ જુલાઈ ૨૦૨૧ના રોજ પોતાના જન્મદિવસે હિમાંશુ પટેલ નામના યુવકને પણ મળી હતી. આ બાદ બંને વચ્ચે ફોન પર વાતચીત શરૂ થઈ હતી અને મિત્રો બની ગયા હતા. એક દિવસે હિમાંશુએ પૂજાને સાયન્સ સીટી રોડ પર મળવા પણ બોલાવી હતી. નજીકમાં આવેલી પોતાની હોટલમાં ઈન્ટીરીયરનું કામ કરાવાના બહાને પૂજાને હિમાંશુ ત્યાં લઈ ગયો હતો.

બાદમાં હિમાંશુએ તેને રૂમમાં બેસાડી અને દરવાજો અંદરથી બંધ કરીને જબરજસ્તી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ બાદ પૂજાએ કોઈને જાણ પણ કરી નહીં અને ઘરે જતી રહી હતી. થોડા દિવસ પછી હિમાંશુએ પૂજાને ફરીથી મળવા બોલાવી હતી. આ બાદ તેણે પૂજાને પ્રપોઝ કર્યું અને લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ બાદ હિમાંશુએ ઘણીવાર પૂજાને મળવા બોલાવી અને સાયન્સ સિટી રોડ પર આવેલી પોતાની ઓફિસમાં લઈ જઈને અનેકવાર દુષ્કર્મ પણ આચર્યું હતું.

જોકે હિમાંશુએ લગ્નની ઈચ્છા દર્શાવી હોવાથી તેણે ઘરે આ વિષે કોઈને વાત કરી નહોતી. આ બાદ ૩ નવેમ્બર ૨૦૨૧ના રોજ હિમાંશુએ ફરી પૂજાને તેની ઓફિસમાં બોલાવી હતી અને જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તેણે આ માટે ના પાડતા હિમાંશુ બોલ્યો, ‘મારી પાસે તારો વીડિયો પડ્યો છે જ, તું મને ના પાડીશ તો હું બધા તારા વીડિયો વાઈરલ કરી દઈશ.’

આ વાતથી અચાનક ગભરાઈ ગયેલી પૂજાએ ઘરે કોઈને આ વાતની જાણ કરી નહોતી. જેથી તેનો લાભ ઉઠાવીને હિમાંશુ હવે તેને બ્લેક મેઈલ કરીને ઓફિસ બોલાવી તેની સાથે સંબંધ બાંધતો રહેતો હતો. ૩ એપ્રિલના રોજ પૂજા લગ્નની વાત કરવા માટે હિમાંશુની ઓફિસે મળવા જતા તે લગ્નની વાતથી ફરી ગયો અને પૂજાનો ફોન લઈને તેણે તમામ ચેટ ડિલીટ કરી દીધી હતી. તથા આ બધુ ભૂલી જવાનું કહ્યું, નહીંતર તે વીડિયોને વાઈરલ કરી દેશે.

આટલું બધું થઈ ગયા બાદ પણ હિમાંશુ સતત પૂજાને તેના વીડિયો વાઈરલ કરી દેવાની ધમકી આપતો રહેતો હતો. જેથી તેણે એક દિવસ પોતાના સમાજના ભાઈને વાત કરી હતી. ત્યાર બાદ તેણે આ અંગે પોતાના માતા-પિતાને પણ જાણ કરી હતી. આ બાદ આખરે પૂજાએ હિમાંશુ વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published.