સમાચાર

અમદાવાદમાં લાઇવ પાણીપૂરીનું મશીન લોન્ચ થયું, 5 જાતની અલગ અલગ પૂરી અને 5 પ્રકારના અલગ પાણી, live બનતા જોવો પાણીપુરીને…

જયારે પણ પાણીપૂરીની વાત આવે ત્યારે દરેકનું મન એ ખાવા માટે લલચાતું હોય છે, પરંતુ તેની સામે ગુણવત્તા અને શુદ્ધતાનો સવાલ પણ આવતો હોય છે, ત્યારે અમદાવાદ શહેરની એક કંપનીએ સૌપ્રથમ વાર પાણીપૂરી બનાવવાનું લાઈવ મશીન બનાવ્યું છે, જેમાં ગ્રાહકની સામે જ આ લાઈવ મશીનમાં પાણીપૂરીની પૂરી બની જશે અને ગ્રાહક જાતે જ મશીન વડે એમાં પાણી ભરીને ખાઇ પણ શકશે.

શહેરમાં આવેલી એક શેર ઇટ નામની કંપનીએ આવું એક મશીન બનાવ્યું છે. આ મશીનમાં ગ્રાહકની સામે જ લાઈવ પાણીપૂરીની પૂરીને તળવામાં આવશે. આ પૂરીને તળ્યા પછી કંપની દ્વારા જ ગ્રાહકને ચણા બટાટા અને રગડાનો મસાલો દેવામાં આવશે. એ બાદ મશીનમાં ઓટોમેટિક સેન્સર દ્વારા પાણી પણ બહાર આવશે, જેમાંથી ગ્રાહક જાતે જ પૂરીમાં પાણી પણ ભરી શકશે, આમ, એકદમ કોન્ટેકટ લેસ પાણીપૂરી ગ્રાહકને ખાવા મળશે.

જેમાં શુદ્ધતા અને ગુણવત્તા પર કોઈ સવાલ પણ નહિ રહે. એક જ પ્રકારની પૂરી નહીં, પરંતુ ૫ અલગ અલગ પ્રકારની સાઈઝ આવશે. એમાં નાના બાળકથી લઈ અને વૃદ્ધ સુધીના ખાઈ શકે તેવી ૫ સાઈઝની પૂરી મુકવામાં આવી છે. આ ઉપરાંત પૂરીના પણ અલગ અલગ ફ્લેવર રાખવામાં આવ્યા છે, જેમાં પેરી પેરી, પિઝ્ઝા, ક્રીમ એન ઓનિયન, લેમન ચિલ્લી, ટોમેટો વગેરેનો સમાવેશ થાયછે.

ગ્રાહક પોતાને મનગમતી પૂરી જણાવે એ તળવામાં આવશે. આ ઉપરાંત મશીનમાં પણ કુલ ૫ પ્રકારનાં પાણી મુકવામાં આવ્યા છે, જે ઓટોમેટિક જ પૂરી નીચે લઈ જતાં એમાં પાણી ભરાઈ જશે. આમ, ગ્રાહક એક જ સ્થળે જુદી જુદી પાણીપૂરીની મજા લઇ શકશે. શેર ઇટ કંપનીના માલિક જયેશ પટેલે એવું જણાવ્યું હતું કે આ અમારી કંપની રોજની ૨ કરોડ પાણીપૂરી બનાવી રહી છે.

એમાં અમે તળેલી પૂરી પણ ગ્રાહકને આપતા હોઈએ છીએ તથા જે ગ્રાહકને પાર્સલ કરાવવી હોય તો એને પણ તળેલી અથવા તળ્યા વિનાની એમ ૨ વિકલ્પ આપીએ છીએ, એટલે ગ્રાહક પોતાના ટેસ્ટ પ્રમાણે જુદી જુદી પાણીપૂરી ખાઈ શકે છે. અત્યારે અમે ફ્રેન્ચાઇસી મોડ પર પાયલોટ પ્રોજેકટ શરૂ કરેલો હતો, જે ૨૦૨૫ સુધીમાં અમારે ૧૨૫૦થી પણ વધુ ફ્રેન્ચાઇસી આપવાનું લક્ષ્ય રાખ્યું છે.

Leave a Reply

Your email address will not be published.