આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ખુબ ભારે, હવામાન વિભાગે કરી મોટી આગાહી જાહેર, 24 કલાક બાદ સમગ્ર ગુજરાતમાં… Gujarat Trend Team, July 16, 2022 હવામાન વિભાગે આગામી 24 કલાક માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમા ભારેથી અતિ ભારે વરસાદ ની આગાહી કરી છે જ્યારે ગઈકાલે એટલે શુક્રવારના રોજ 192 તાલુકાઓમાં રાજ્યના સાર્વત્રિક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. જ્યારે મોડે રાત્રે અમદાવાદમાં પણ કડાકા ભડાકા સાથે એક ઇંચ થી વધારે વરસાદ પડ્યો હતો. ત્યારે હોમ વિભાગ એ અમદાવાદમાં આગામી હજી ત્રણ કલાક ખૂબ જ ભારે હોવાની આગાહી કરી છે અને અમદાવાદીઓને ચેતવ્યા છે હવામાન વિભાગના નિષ્ણાતો ના જણાવી મુજબ અમદાવાદમાં આગામી ત્રણ કલાક ખૂબ જ ભારે વરસાદ પડી શકે, ફક્ત અમદાવાદ જ નહિ પરંતુ મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી છે. જ્યારે અમુક વિસ્તારોમાં હળવા થી લઈને મધ્યમ વરસાદની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ગાંધીનગર અમદાવાદ મહેસાણા સાબરકાંઠા બોટાદ અરવલ્લી જેવા વિસ્તારમાં મધ્યમ થી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમાં નવસારી દાદરા નગર હવેલી દમણ તાપી વલસાડ સુરત વડોદરા જેવા વિસ્તારોમાં હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 24 કલાક બાદ સમગ્ર રાજ્યમાં વરસાદ ઘટી શકે તેવું વિભાગના અધિકારીઓને નિષ્ણાતોનું કહેવું છે. અમે સમયમાં ગાંધીનગર અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા નહિવત પ્રમાણમાં છે પરંતુ આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે પડી શકે છે. જ્યારે ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં માછીમારોને ત્રણ દિવસ સુધી દરિયો ના ખેડવાની સલાહ પણ આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ હજુ પણ દરિયામાં કરંટ જોવા મળી શકે છે અને તેના કારણે માછીમારોને આની સૂચના પણ આપવામાં આવી છે. છેલ્લા કેટલાય દિવસોથી મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવીને સમગ્ર રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં તારાજી સર્જી હતી અને તેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા હતા ત્યારે આગામી 24 કલાક બાદ વરસાદનું જોર કરતા ની આગાહી મળતા જ લોકોના દિલમાં હાશકારો અનુભવાયો છે. ભારે વરસાદને કારણે ક્યાંક કોકના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે કોક ના મકાન ઓફિસની અંદર પાણી ઘૂસીને ભારે નુકસાની વહેતી પડી છે અને આના કારણે જનજીવનમાં પણ ખૂબ જ મુશ્કેલીઓ ઊભી થઈ હતી. અનેક ગામોમાં પુરાવાથી લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેચવાનો પણ અત્યારે વારો આવ્યો છે જ્યારે અમુક ગામો ત્યારે સંપર્ક વિહોણા થઈ રહ્યા છે ભારે વરસાદને કારણે કેટલાય પુલ તૂટી ગયા છે. સમાચાર