અમદાવાદમાં અનોખો કિસ્સો સામે આવ્યો: મહિલાએ સગાઈ તોડી નાખી તો યુવકે તેની જ નાની બહેન સાથે કર્યું એવું કે…

દુષ્કર્મ આચરનાર યુવક અને તેના પિતા યુવતીને અમદાવાદ થી પાટણ ગામે લઇ ગયા હતા. જ્યાં તેને ચાર દિવસ સુધી એક હોટલમાં રાખવામાં આવી હતી. અને ત્યાં યુવકે તેની બહેનએ તેની સાથે સગાઈ તોડી નાખવા બદલ બદલાની આગમાં તેની બહેન સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.

અમદાવાદમાં એક યુવતીએ તેના મંગેતર સાથેની સગાઈ તોડી નાખી કારણ કે તેનું વર્તન સારું ન હતું. જો કે તેનો બદલો લેવા માટે, મંગેતરે તેની નાની બહેન પર બળાત્કાર કર્યો હતો, તેવું પાલડી પોલીસ ચોપડે નોંધાયું છે. તેના નાના ભાઈનું અપહરણ કરીને તેની મંગેતરનો ફોટો વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. સાથે જ તેની મદદ કરનાર તેના પિતાની પણ ધરપકડ કરવામાં આવી છે.

આરોપીના પિતા અને તેના પુત્ર ભેગા થઈને આ ઘટનાને અંજામ આપ્યો હતો. બદલાની આગમાં એક માસૂમ દીકરીની જિંદગી બરબાદ કરી નાખી હતી. પોલીસે આ બંને આરોપીઓને ઝડપી પાડીને જેલના સળિયા ગણતા કરી દીધા છે. અમદાવાદના દાણીલીમડા વિસ્તારની 20 વર્ષની મહિલા પાલડી વિસ્તારમાં નર્સ તરીકે કામ કરે છે. જેમાં યુવતીએ તેના મંગેતર સાથેની સગાઈ તોડી નાખી કારણ કે તેનું વર્તન સારું ન હતું. જો કે તેનો બદલો લેવા માટે, મંગેતરે તેની નાની બહેનને અમદાવાદ થી પાટણ લઈ જઈ ચાર દિવસ સુધી એક હોટલમાં રાખી તેના પર બળાત્કાર કર્યો હતો,

દોઢ મહિના પહેલા યુવતીનો મંગેતર પાલડીમાં તેના કામના સ્થળે આવ્યો હતો અને તેના નાના ભાઈનું અપહરણ કરીને તેને બદનામ કરવાની ધમકી આપી હતી. આરોપીઓએ સમયાંતરે યુવતીનો પીછો કર્યા બાદ 10 એપ્રિલના રોજ સવારે આરોપીએ યુવતીને ફોન કરીને તેની નાની બહેનનો ફોટો વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી. પોલીસે આ સમગ્ર મામલા ની તપાસ કરવા માટે યુવતીના માતા-પિતા અને પરિવારના સભ્યોને પૂછપરછ કરી હતી. આ કેસમાં પિતા પુત્રની સંડોવણી છે તેવું બહાર આવતા બંને આરોપીને પોલીસએ જેલના સળિયા ગણતા કરી દીધા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *