સમાચાર

જો તમારી પાસે આ પોલીસી છે તો કેશલેસ સારવાર ભૂલી જાવ!

સરકારી હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીની પોલીસી ધારકો માટે આ સમાચાર ખાસ વાંચે કેમકે જો આપની પાસે સરકારી હેલ્થ ઇન્સ્યોરન્સની મેડિકલ પોલીસી છે તો આપને કેશલેસ સુવિધા મળશે નહીં. સરકારી વીમા કંપનીઓની બેફીકરાઇથી અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિગ હોમ એસોસિયેશને આરોગ્ય વીમા પોલિસિમાં કેશ લેશની સુવિધા બંધ કરવાનો નિર્ણય લીધો છે…

સરકારી વીમા કંપનીઓ ઇન્શ્યોરન્સ રેગ્લેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી-ઇરડા, કેન્દ્રના નાણા વિભાગ હેઠળ આવતી સરકારી વીમા કંપનીઓ જેવી કે ન્યુ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ, નેશનલ ઇન્શ્યોરન્સ, ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ અને યુનાઈટેડ ઇન્શ્યોરન્સ જેવી કંપનીઓ માટે છેલ્લા બે વર્ષથી વારંવાર રજુઆત કરવા છતાં કોઇ નિવેડો ન આવતા જાન્યુઆરીની 15 તારીખથી 125થી વધુ હોસ્પિટલોમાં કેશલેસ સારવાર બંધ કરવાનો નિર્ણય લીધો છે કેશલેસ સારવાર સરકારી કંપનીઓની વીમા પોલીસીમાં નહીં મળે..

આહનાના હોદ્દેદારોએ કહ્યું કે, ચારેય પીએસયુ કંપનીઓનો વહીવટ રેઢિયાળ છે. મેડીક્લેમના કામકાજને જરા પણ મહત્વ આપતા નથી.  દર્દીઓ અને હોસ્પિટલો બંને હેરાન થાય છે. પીએસયુ વીમા કંપનીઓથી હોસ્પિટલોને પડતી તકલીફોથી હોસ્પિટલો જ્યારે કંપનીઓનો સંપર્ક કરે ત્યારે તેઓ મુંબઇ દિલ્હીના અધિકારીઓ પર ઢોળી દે છે અને કોઇ સોલ્યુશન આપતા નથી.

છેલ્લા પાંચ વર્ષથી આ ચારેય વીમા કંપનીઓએ હોસ્પિટલોના ચાર્જીસમાં રિવિઝન નથી કર્યું તે અંગે પણ હોસ્પિટલોમાં રોષ છે.  વીમા કંપનીઓના પ્રિમિયમમાં બે ત્રણ ગણો વધારો થયો પણ હોસ્પિટલોના ચાર્જમાં વધારો નથી થયો એની પણ આહના દ્વારા માગણી કરવામાં આવી છે. હોસ્પિટલો 2019થી ઇરડા, ફાયનાન્સ વિભાગ અને પીએસયુ કંપનીઓને રજૂઆત કરે છે પણ ક્યાંયથી જવાબ મળ્યો નથી.  હોસ્પિટલોને થતી હેરાનગતિનો બીજો મુદ્દો એવો છે કે ક્લેઇમનું પ્રોસેસિંગ ટીપીએ કરે છે.

પરંતુ ટીપીએ પાસે ક્વોલિફાઇડ ડોક્ટરો હોતા નથી. સમજયા વિના જ ચાર્જીસ પર કાપ મૂકે છે જેથી દર્દીઓને પણ નુકસાન જાય છે. હોસ્પિટલોને 30 દિવસમાં જે રૂટિન ચાર્જીસ ચુકવવા જોઇએ તે પણ વીમા કંપનીઓ ચુકવતી નથી. ટીપીએ, ઇન્શ્યોરન્સ કંપની અને હોસ્પિટલ વચ્ચે ટ્રાઇપાર્ટીડ એગ્રીમેન્ટ થવા જોઇએ તે પણ કરવામાં આવતા નથી. નવાઇની વાત તો એ છે કે પીએસયુ કંપનીના ઓડિટરો પણ આ મુદ્દો ઉઠાવતા નથી. આ તમામ બાબતોથી ત્રાસીને અમદાવાદની હોસ્પિટલોએ 15 જાન્યુઆરીથી પીએસયુ કંપનીની કેશલેસ સારવાર બંધ કરી દેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *