સમાચાર

અમદાવાદમાં ફેલાયું કોરોનાનું સંક્રમણ, દર ચાર લોકો માંથી એક વ્યક્તિ પોઝિટિવ

અમદાવાદમાં જાન્યુઆરી મહિનાની શરૂઆરમાં જ કોરોનાના કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. ગઇકાલે જ અમદાવાદમાં ૧૦ હજારથી વધુ ટેસ્ટની સામે ૨૩૧૧ કોરોના પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા હતા. જે જોતા અમદાવાદનો પોઝિટિવિટી રેટ ૨૨ %એ પહોચી ગયો છે. આ રેટ પરથી જાણી શકાય છેકે, અમદાવાદમાં દર ૪ ટેસ્ટમાંથી એક વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવે છે. બે દિવસમાં જ અમદાવાદમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી ૨૨ ટકાએ પહોંચી ગયો છે. જે એક ચિંતાજનક બાબત ગણાય છે.

બે દિવસમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ વધ્યો: છેલ્લા બે દિવસ એટલે કે ૬ અને ૭ જાન્યુઆરીના રોજ અમદાવાદ શહેરમાં કરવામાં આવેલા કુલ ટેસ્ટ અને નોંધાયેલા કેસની સરખામણી કરીએ તો ૬ જાન્યુઆરીએ અમદાવાદ શહેર-જિલ્લામાં ૧૭૧૩૩ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી ૧૮૬૨નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એટલે કે એક દિવસમાં કરવામાં આવેલા કુલ ટેસ્ટની સરખામણીએ પોઝિટિવિટી રેટ ૧૦.૮૭ જેટલો હતો.

જ્યારે ૭ જાન્યુઆરીના રોજ પોઝિટિવિટી રેટમાં ૧૨ ટકાનો વધારો નોંધાયો છે. ૭મીએ કુલ ૧૦,૩૮૫ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી ૨,૩૧૧ કોરોના રીપોર્ટ પોઝિટિવ હતા અને ટેસ્ટની સરખામણીએ પોઝિટિવિટી રેટ ૨૨.૨૫ ટકા નોંધાયો હતો.

શહેર અને જિલ્લામાં ટેસ્ટિંગ વધારવું જરૂરી: અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાના અનેક શંકાસ્પદ દર્દીઓ હશે, જે તાવ શરદી-ખાંસી હોવાથી મેડિકલમાંથી જ દવા લઇ લેતા હશે. તેવામાં જો શહેર અને જિલ્લામાં ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવે તો આવા અનેક શંકાસ્પદ દર્દીઓને ટ્રેસ કરી શકાય છે અને તેમનો કોરોના રીપોર્ટ કરીને કોરોના પોઝિટિવ દર્દી શોધીને ત્રીજી લહેરના વધતાં સંક્રમણને શહેર અને જિલ્લામાં ઘટાડી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *