અમદાવાદમાં ફિલ્મી કિસ્સો સામે આવ્યો જેમાં પતિ બીજી પત્નીને ધમકાવતો હતો, પહેલી પત્નીનો આત્મા દેરાણીમાં વસે છે ને…

અમદાવાદ શહેરમાં એક મહિલાએ તેના સાસરી પક્ષ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ મહિલાએ પહેલાં એક યુવક સાથે લગ્ન કર્યા હતા અને તેની સાથે જીવન શરૂ કર્યું હતું. તેને બાળકો પણ હતાં. પરંતુ કોઇ કારણોસર મન મેળ ન ખાતા મહિલાએ તે યુવકને છૂટાછેડા આપી દીધા હતા. ત્યારબાદ આ મહિલાએ પોતાના બાળકોને લઈને બીજા યુવક સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બીજા યુવક સાથે લગ્ન કરનાર સાસરીયા પક્ષમાં તેના જેઠ-જેઠાણી, દીયર દેરાણી તેમજ તેનો પતિ અવાર નવાર તેને હેરાન ગતિ કર્યા કરતો હતો અને કહેતો હતો કે તેની પહેલી પત્નીનો આત્મા તેની દેરાણીમાં ઘુસી ગયો છે તેવું કહીને બીવડાવતા હતા.

તેમજ તેનો પતિ અવારનવાર તેની પાસે પૈસાની માગણી કર્યા કરતો હતો. યુવતીએ કંટાળીને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાવનાર મહિલાએ તેના પ્રથમ લગ્ન 1998માં દાહોદ માં રહેતા એક યુવક સાથે કર્યા હતા. તેને પુત્ર અને પુત્રી પણ છે. અન્ય કોઇ કારણસર બન્ને વચ્ચે મેળ ખાતા 2012માં તેઓએ છૂટાછેડા લઇ લીધા હતાં. ત્યારબાદ આ મહિલા તેના માતા-પિતા અને બહેન સાથે રહેતી હતી. આ મહિલા મૂળ મધ્યપ્રદેશની છે પરંતુ હાલમાં અમદાવાદના નારણપુરા વિસ્તારમાં તેના સંતાનો સાથે રહે છે.

આ મહિલાએ 2014માં દાહોદ માં રહેતા અન્ય યુવક સાથે ઈન્દોરમાં લગ્ન કરી લીધા હતા. મહિલા તેના સંતાનોને લઈને તેના સાસરી પક્ષ સાથે રહેતી હતી. પરંતુ સાસરી પક્ષવાળા તરફથી તેની વારંવાર હેરાન ગતિ કરવામાં આવતી હતી.તેઓ કેહતા હતા કે ” આ બંને બાળકો પહેલા પતિના છે, બાળકોને આ ઘરમાં રાખવા નહીં.”

બાદમાં મહિલા તેના પતિ સાથે રહેવા ઈન્દોર ગઈ હતી. તે તેના વર્તમાન પતિની પૂર્વ પત્નીના ત્રણ બાળકો અને તેના પહેલા પતિના બે બાળકો સાથે ત્યાં રહેતી હતી. તેનો પતિ લીમખેડાથી આવતો-જતો હતો. મહિલાના મોટા ભાઈ અને ભાભી, તેમજ દિયર – દેરાણી મહિલાને એવું કહીને ડરાવતા હતા કે તેના પતિની પૂર્વ પત્નીએ આપઘાત કર્યો છે અને તેની આત્મા દેરાણીમાં રહે છે.

ત્યારબાદ આ મહિલા,તેના બાળકો અને તેનો પતિ 2017માં અમદાવાદના વસ્ત્રાપુર ખાતે રહેવા આવી ગયા હતા. તેના પતિએ ત્યાંરબાદ ઘરનો ખર્ચો આપવાનું પણ બંધ કરી દીધું હતો અને પોતે લીમખેડામાં નવુ દવાખાનુ શરૂ કરે છે તે માટે પત્ની પાસે ૫૦ લાખ રૂપિયા પણ માંગ્યા હતા. અને જો પૈસા ન આપે તો અગાઉની પત્નીનો આત્મા તેની દેરાણી માં છે તેને મારી નાખશે તેવું બીવડાવવામાં આવ્યું હતું.

ત્યાર પછીથી મહિલાના પતિએ તું મને ગમતી નથી મારી જિંદગી બરબાદ કરી નાખી છે. તારા માતા-પિતાએ કોઈ પૈસાની મદદ કરી નથી તેમ કહી ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. જેથી કંટાળીને આ મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *