અમદાવાદમાં દેવરે ભાઈની પત્નીને કહ્યું જો તું મારી પત્ની હોત ને તો તને અત્યારે ને અત્યારે જ…

આજકાલ આપણને મહિલાઓને લગ્ન બાદ સાસરિયાં તરફથી શારીરિક અને માનસિક ત્રાસ આપવા ના કિસ્સા ખૂબ જ જોવા મળે છે. કેટલીક મહિલાઓને તેના પિયરમાંથી પૈસા પડાવવા માટે ફરજ પાડવામાં આવે છે અને મારઝૂડ પણ કરવામાં આવે છે. અમદાવાદમાં પણ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ શહેરમાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલાને લગ્ન બાદ તેના સાસરિયાઓ ખૂબ જ ત્રાસ આપતા હતા.

લગ્નના ૧૫ દિવસની અંદર જ મહિલાને તેના પતિ તરફથી ફરજ પાડવામાં આવતી હતી કે તે તેના પિયરમાંથી ધંધો કરવા માટે પાંચ લાખ રૂપિયા લઈ આવે. જેને લઈને મહિલાને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. મહિલાના દિયરે કહ્યું હતું કે જો તું મારી પત્ની હોત તો અમે તને ક્યારની જીવતી સળગાવી દીધી હોત.

શહેરમાં ગોમતી પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેના સાસરિયાઓ વિરુદ્ધ ત્રાસ આપવાનો કેસ નોંધાવ્યો છે. આ મહિલાના લગ્ન ગયા વર્ષે શાહીબાગ વિસ્તારમાં રહેતા એક યુવક સાથે કરવામાં આવ્યા હતા પરંતુ લગ્નના ૧૫ દિવસની અંદર જ મહિલાને સાસરિયાં તરફથી શારીરિક અને માનસિક ત્રાસ મળવા લાગ્યો હતો અને બિભત્સ ગાળો પણ આપતા હતા. ઉપરાંત તેનો પતિ તેને દરરોજ મારજુડ પણ કરતો હતો. તેનો પતિ તેના પિયરમાંથી પાંચ લાખ રૂપિયા લાવવા માટેની ફરજ પાડતો હતો.

મહિલાના કાકાજી પણ તેની ઉપર ખોટી તાંત્રિક વિધિ કરતા હતા. તેમના કાકાજી તેમના ભત્રીજાને વારંવાર કહેતા હતા કે જો હું તારી જગ્યાએ હોત તો આને ક્યારની જીવતી સળગાવી દીધી હોત તો કેમ ઢીલો પડે છે? આથી મહિલા તેના સાસરિયાઓથી ખૂબ જ કંટાળી ગઈ હતી અને ગોમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગઈ હતી. આ મહિલાને ન્યાય આપવા માટે પોલીસ યોગ્ય કાર્યવાહી કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *