સમાચાર

અમદાવાદમાં માસી-ભાણકીના સંબંધો લજવાયા, માસીએ જ ભાણકીને પોતાના મિત્ર પાસે મોકલી આપી અને બાદમાં કર્યું…

અમદાવાદ શહેરની અંદર આવેલા ગોમતીપુર વિસ્તારમાં સંબંધોને લાંછન લગાડતો એક કિસ્સો પોલીસ પાસે આવ્યો છે. તેમાં એક સગીર વયની કિશોરીને તેના જ માસીએ પોતાના એક મિત્ર પાસે મોકલી અને દુષ્કર્મ ગુજારવામાં મદદ કરવા વિશે નોંઘ લખાવવામાં આવી છે. પરંતુ સગીરાના પેટમાં ગર્ભ રહી જતા તબીબી તપાસમાં સમગ્ર મામલો ખુબ જ મોટો બની ગયો છે.આ કેસને લીધે પોલીસે સગીરાના માસી અને દુષ્કર્મ ગુજારનાર યુવકને પકડી પાડ્યો છે.

આ ઘટના વિશે વધારે વાત કરીએ તો ગોમતીપુર પોલીસની કસ્ટડીમાં દેખાતા આ બન્ને આરોપીઓ પર એક સગીર વયની દીકરીની જિંદગીને બરબાદ કરવાની ફરીયાદ નોંધવામાં આવી છે. એક ૧૫ વર્ષીય સગીરા સાથે બનેલી દુષ્કર્મની આ ઘટનામાં આરોપીની મદદ કરવામાં અન્ય કોઈ નહિ, પરંતુ સગીરાના સગા માસી જ હોવાનું સામે આવ્યું છે. પોલીસ કસ્ટડીમાં દેખાતા આરોપીનું નામ બળદેવ સાગઠીયા સામે આવી રહ્યું છે. અને તેની સાથે દેખાતી મહિલાએ પોતાની સગી બહેનની સગીર વયની દીકરીને પોતાના એક ધર્મના ભાઈ પાસે મોકલી દેવામાં આવી છે.

અમદાવાદ શહેરની અંદર આવેલા ગોમતીપુર વિસ્તારની અંદર રહેતી એક ૧૫ વર્ષની સગીરાને શરીરમાં થોડા ફેરફાર દેખાતા માતાએ ડૉક્ટર પાસે તપાસ કરાવતા તેને ૭ મહિનાનો ગર્ભ હોવાનો કેસ સામે આવ્યો છે. જેથી સગીરાની પૂછતાછ કરતા તેને પોતાની સાથે બનેલી આ ઘટના સામે એવી છે. અંદાજે આજથી નવ મહિના પહેલા આ સગીરા પોતાની માસી સાથે બજારમાં ગઈ હતી, તે સમયે માસીનો એક મિત્ર બળદેવ સાગઠીયા ત્યાં આવી પહોંચ્યો હતો. અને તેણે સગીરાની માસીને સગીરા સાથે પ્રેમ સંબંધ કરાવવા માટે કહેતા કિશોરીની માસીએ જ સગીરાને લઈ અને પોતાના ધર્મના ભાઈ સાથે એક ઘરમાં ચાલ્યા ગયા હતા.

જ્યાં સગીરાની સગી માસીએ જ તેને કોઈ અન્ય રૂમમાં આરોપી સાથે મોકલતા બળદેવ સાગઠીયાએ સગીરા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આરોપીએ માત્ર એટલામાં ન અટકતા થોડાક દિવસો પછી ફરી એકવાર સગીરા જ્યારે તેના માસી સાથે બહાર ચાલી ગઈ હતી. ત્યારે સગીરાને તેના ઘરે છોડવાનું કહી અને પોતાની બાઈક ઉપર બેસાડી પોતાના ઘરે લઇ જઇને બીજી વાર તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા.

મહત્વની વાત તો એ છે કે ગોમતીપુર પોલીસે આરોપીને પૂછતાછ કરતાં એવું જાણવા મળ્યું છે કેઆરોપી બળદેવ સાગઠીયા પોતે પરિણીત યુવક છે અને તેણે પોતાની પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. પરંતુ તેણે સગીરાને પ્રેમજાળમાં ફસાવી અને તેની સાથે બે વખત સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતા સગીરાને ગર્ભ રહી જતા પરિવારને આ અંગે જાણ થઈ હતી અને પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી પછી પોલીસે આરોપીઓની ધરપકડ કરીને સગીરાને અને આરોપીને મેડિકલ માટે મોકલી આગળની કાર્યવાહી શરૂ કરી છે..

પરંતુ આ આખા મામલે પકડાયેલી સગીરાની માસીના પણ કોઈ અન્ય યુવક સાથે પ્રેમસંબંધ હોય જે બાબતની જાણ તેની ભત્રીજીને હોવાથી પોતાની આ ખરાબ હકીકત છુપાવવા માટે સગીરા સાથે દુષ્કૃત્ય કરવામાં પોતાના મિત્રને મદદ કરી હોવાની ચર્ચા ત્યાં ચાલતા પોલીસે આ મામલા અંગે વધુ કાર્યવાહિ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published.