હવામાન વિભાગે કરી મોટી આગાહી, અમદાવાદ સહીત આ જગ્યામાં વરસાદ ધબડાસટી બોલાવવા તૈયાર થઇ રહ્યો છે…

સમગ્ર રાજ્યમાં અત્યારે ચોમાસુ જામ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે જ્યારે અમદાવાદમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે અને સતત બીજા દિવસે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અમદાવાદમાં પ્રહલાદ નગર બાપુનગર એસજી હાઇવે સાઉથ બોપલ ધુમા ઇસ્કોન શ્યામલ અને વેજલપુર જેવા વિસ્તારોમાં વરસાદી માહોલ બરોબરનો જામ્યો હતો.

અમદાવાદમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને જનજીવન પણ મુશ્કેલમાં મુકાઈ ગયું હતું. સવારના 6 થી લઈને બપોરના 12:00 વાગ્યા સુધીમાં સમગ્ર રાજ્યના 63 તાલુકામાં વરસાદ પોતાની માહોલ મૂકી હતી જેમાં સૌથી વધુ વરસાદની વાત કર્યો હતો વલસાડના ધરમપુરમાં 3.12 ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં મેઘરાજાએ વરસદની ધબડાસટિ બોલાવી દીધી હતી.

મેઘરાજા એમ જૂનાગઢના માંગરોળમાં મુશળધાર વરસાદ વરસાવ્યો હતો છ થી વધુ ગામ નાખ ખેતરોમાં ઓજત નદીના પાણી ફરી વળ્યા હતા અને જેના કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાનું ભય લાગ્યો હતો. રાજ્યમાં બપોર સુધીમાં 63 તાલુકામાં વરસાદે પોતાનું જોર દેખાડ્યું હતું બસ તાલુકામાં એક ઇંચ થી વધારે વરસાદ વરસ્યો હતો ત્યારે વલસાડ અને કપરાડામાં બે ઇંચ વરસાદ જોવા મળ્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળશે અમદાવાદમાં ભારે થી ભારે વરસાદ 12 જુલાઈ અને 13 જુલાઈના રોજ જોવા મળે છે તેવી હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે જ્યારે આજે બપોરે અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારે એરપોર્ટ બાજુ ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યાં સરદાર નગર, કુબેરનગર, એરપોર્ટ પાસે ધોધમાર વરસાદ મેઘરાજાએ વરસાવ્યો હતો.

બીજી બાજુ સુરત વલસાડ નવસારી તાપી અને સૌરાષ્ટ્રના વિસ્તારો દેવભૂમિ દ્વારકા રાજકોટ ભાવનગર જામનગર ગીર સોમનાથ આ વિસ્તારોમાં હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદની આગાહી જાહેર કરી છે આ વિસ્તારોમાં 10 જુલાઈથી લઈને 15 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે જ્યારે અન્ય બીજા જિલ્લા અને તાલુકામાં મધ્યમ વરસાદ વરસી શકે તેવી હવામાન વિભાગના નિષ્ણાંતો અને હવામાન વિભાગના અધિકારોએ આગાહી જાહેર કરી છે.

Leave a Reply

Your email address will not be published.