અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, ઝાયડરસ બ્રિજ પર રોડ વચ્ચે રખડતા ઢોરને કારણે ટેમ્પો પલટી જતા બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત, પશુનું મૃત્યુ…

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના મોટાભાગના શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે બીજી તરફ ગુજરાત હાઇકોર્ટમાં આજે રખડતા ઢોર અને રસ્તાઓ સ્થિતિ વચ્ચે મહત્વની સુનાવણી થવાની છે જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદના ઝાયડસ બ્રિજ પર રખડતા ઢોર ને પગલે અત્યારે ગમખવાર અકસ્માત સર્જાયો છે જ્યાં રખડતા પશુને કારણે ટેમ્પો રોડ વચ્ચે જ પલટી ગયો હતો.

ટેમ્પો પલટી જતા અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે જેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જેમાં અકસ્માતમાં પશુનું મૃત્યુ થયું છે આ ગંભીર અકસ્માત સર્જાયા બાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અકસ્માત બાદ ટેમ્પો પલટીને રોડને બીજી સાઈડમાં પડ્યો હતો જ્યારે અકસ્માતમાં પગલે અન્ય વાહનોને પણ ઘણું નુકસાન પહોંચ્યું હતું.

અત્યારે આખા ગુજરાતમાં રખડતાલ ઢોરનો ત્રાસને કારણે અનેક લોકોના જીવ ગયા છે તે અંગે 24 ઓગસ્ટના રોજ સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે ટકોર કરતા વેધક સવાલો પણ કેટલાક પૂછ્યા હતા, કોર્ટ સરકારનો કહેવું હતું કે આ મામલે સરકાર સમક્ષ ન હોય તો કોડ હસ્તક્ષેપ કરે આ સાથે હાઇકોર્ટ રાજ્ય સરકારને તાત્કાલિક જવાબ રજૂ કરવા માટે આદેશો પણ જાહેર કર્યા છે.

રખડતા ઢોરના ત્રાસ નિવારણ માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા વારંવાર કેટલાક મહત્વના આદેશો આપવામાં આવ્યા છતાં પણ રખડતા ઢોરની ગંભીર સમસ્યાનો નિરાકરણ હજી પણ આવ્યું નથી ત્યારે 24 ઓગસ્ટના રોજ હાઇકોર્ટે ગુજરાત સરકારને ઝાટકણી કાઢી હતી જેમાં કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે રખડતા ઢોરોનો કોઈના જીવ ન જવા જોઈએ અને આ મામલે સરકાર સક્ષમ ન હોય તો કોર્ટ આમાં હસ્તક્ષેપ કરશે. તેઓ પણ જણાવવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *