સમાચાર

અમદાવાદમાં સેવાભાવી વૃદ્ધ પાંચથી દસ રૂપિયામાં અલગ અલગ જાતના જ્યુસ વેચે છે, લોકો અહીં લક્ઝુરિયસ કાર લઈને જ્યુસ પીવા આવે છે

અમદાવાદમાં એક સેવાભાવી વ્યક્તિ સાધુ જેવા કપડાં પહેરીને લોકોની તંદુરસ્તી વધે તેવું કામ કરી રહ્યા છે અને તેઓ ૬૫ વર્ષના વૃદ્ધ છે. તેઓ દરરોજ સવારે પાંચથી છ વાગ્યાની આસપાસ પોતાની જગ્યા પર પહોંચી જાય છે અને લોકો તેમની મળતા જોઈને જ ઉભા હોય છે કારણ કે તેઓ માત્ર પાંચ રૂપિયામાં લોકોને આરોગ્ય વાળું દૂધ પીવડાવે છે આમ આજના જમાનામાં જ્યારે પાણીની બોટલ પણ ૨૦ રૂપિયામાં આવતી હોય ત્યારે આ સેવાભાવી કાકા માત્ર પાંચ રૂપિયામાં આરોગ્યપ્રદ જ્યુસ પીવડાવતા હોય તો લોકોને ખૂબ જ સારું લાગે છે.

તેમનું નામ છે બાબુભાઈ વાળંદ. અને આશ્ચર્યની વાત તો એ છે કે આ વૃદ્ધ કાકા નો જ્યૂસ પીવા માટે લોકો મોટી મોટી ગાડીઓ લઈને આવે છે. તેમાં બિઝનેસમેન થી લઇને અધિકારીઓ સુધી પણ હોય છે. આ વૃદ્ધ કાકા અમદાવાદમાં આવેલ સીટીએમ વિસ્તારમાં જોગેશ્વરી બીઆરટીએસ સ્ટેન્ડ ના ફૂટપાથ પર છેલ્લા ૧૨ વર્ષથી ઉભા રહે છે અને તેઓ વહેલી સવારે છ વાગ્યે રેકડા માં અલગ અલગ બરણીમાં ભરીને આવે છે અને ત્યાં લોકોને 10 પ્રકારના જુદા જુદા જ્યુસ પીવડાવે છે.

આ જ્યુસ માં કડવું કરિયાતું, આમળાં, બીટ, ગાજર, દૂધી, કારેલાં, લીમડાં, મેથી અને આદું વગેરે જુદા જુદા ફ્લેવરના જ્યુસ પીવડાવે છે અને આ જ્યુસ બનાવવા માટે તેમના પત્ની શાંતાબેન તેમનો સાથ આપે છે અને તેઓ તેને બનાવવા માટે રાતના ઉઠી જાય છે અને તેમને બનાવતા બે થી અઢી કલાક લાગે છે આમ તેઓ પાંચ વાગ્યે ગાયત્રી મંદિર સામે તેમના પોતાના સ્થળ ઉપર આવીને ઊભા રહે છે.

બાબુભાઈ પહેલા એક મિલમાં નોકરી કરતા હતા અને ત્યારબાદ જ્યારે તેમની નોકરી જતી રહે ત્યારે તેઓ શાકભાજી પણ વેચતા હતા. તેમની શાકભાજીની લારી પણ હતી ત્યારબાદ તેઓ કોથળા ઉપર શાકભાજી વેચતા હતા. આમ તેઓ એક વખત બેઠા હતા અને અચાનક જ તેમને અને તેમના પત્ની ને વિચાર આવ્યો કે તેઓ આ જ્યુસ નો ધંધો શરૂ કરે અને આમ તેઓ છેલ્લા ૧૨ વર્ષથી જ્યુસ નો ધંધો ચાલુ રાખ્યો છે અને અત્યારે પણ તેઓ પૂરજોશમાં આ ધંધાને ચલાવે છે.

બાબુભાઈએ જણાવ્યું હતું કે હું મેં બાર વર્ષથી આ ધંધો ચાલુ કર્યો છે અને તે જ વખતથી મેં જ્યુસ ના ભાવ જેટલા રાખ્યા છે અત્યારે પણ તેટલા જ છે મારે બંગલા બનાવવા નથી ભગવાન મને શક્તિ આપશે ત્યાં સુધી હું આ કામ કરીશ. જ્યારે ભાવ વધારા વિશે કહેવામાં આવ્યું ત્યારે તેમની પત્નીએ કહ્યું હતું કે આ મોંઘવારીમાં પાંચ રૂપિયા આપણને પોષાતા નથી તેથી ભાવ વધારો પરંતુ તેમને એવું લાગ્યું કે લોકોનું સ્વાસ્થ્ય સુધરે છે તેથી મને તેમ જ ખુશી મળે છે.

તેઓ જણાવે છે કે આટલા રૂપિયામાં મારુ ઘર ચાલે જ છે અને હું મારી જાતે જ બધું કામ કરું છું તેથી મને 500થી 600 રૂપિયા મળે છે તેનાથી મારું ઘર ચાલી જાય છે અને મને તેનો ખૂબ જ આનંદ છે. તથા બાબુભાઈ એવું પણ કહ્યું હતું કે લોકો પૈસા આપે તો પણ રામ રામ અને ન આપે તો પણ રામરામ આમ ઘણા બધા લોકો જોવા આવે છે અને તેમની પાસે પૈસા હોતા નથી ત્યારે હું તેમને એવું જણાવું છું કે તમે પૈસા આપો તો પણ સારું અને ન આપો તો પણ સારો આમ તેમ તેમની આ હરી રામ ભરોસે ચાલે છે.

અને અમુક લોકો તો તેમની વાત સાંભળીને અલગ અલગ વિસ્તારમાંથી આવે છે અને અમુક લોકો આવીને એવું કહે છે કાકા રોજ જ્યૂસ પીવા આવવું છે પણ ખૂબ જ દૂર પડે છે. ત્યારે બાબુભાઈ તેમને કહે છે કે તમારે રોજ જ્યુસ પીવા આવવું જોઈએ હું તમારી પાસેથી રૂપિયા નહીં લઉં આમ તેઓ જણાવે છે કે મારી માટે ધંધો પહેલો નથી મારી માટે ગ્રાહક સૌથી પહેલા છે.

ત્યાં આવતા અલગ-અલગ ગ્રાહકો બાબુભાઈ ની વાત કરતાં જણાવે છે કે વિનોદભાઈ નામના એક વ્યક્તિ ખાનગી કંપનીમાં અધિકારી તરીકે નોકરી કરે છે અને તેઓ કહે છે કે અમે કાકા ના પહેલાથી જ કસ્ટમર છીએ અને તેઓ ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છે ગરીબ માણસ આવે અને જો તેમની પાસે રૂપિયા ન હોય તો તેઓ તેમની પાસેથી રૂપિયા નો આગ્રહ પણ કરતા નથી અમારા આ વિસ્તારનો એક ફરતો ફરતો આરોગ્ય કેન્દ્ર છે. અમારા વિસ્તારમાં ઘણા બધા હોસ્પિટલ છે પરંતુ બાબુ કાકા ના આ જ્યુસથી અમારે તે હોસ્પિટલ માં જવાની જરૂર પડતી નથી.

Leave a Reply

Your email address will not be published.