અમદાવાદ: મહિલાની સામે જ પાડોશી યુવકે કરી એવી ગંદી હરકતો કે મહિલા શરમથી પાણી પાણી થઈ ગઈ

એક તરફ રાજ્યમાં મહિલા સશક્તિકરણના ભાષણો આપવામાં આવી રહ્યા છે. તો બીજી બાજુ મહિલા સાથેના અત્યાચારના અનેક કિસ્સાઓ દિવસે ને દિવસે સામે આવી રહ્યા છે. દુષ્કર્મ અને છેડતીના ઘણા બધા બનાવો પ્રકાશમાં આવ્યા બાદ પણ હજી કેટલાક નરાધમો એવા છે કે જેઓ સુધારવાનું નામ જ નથી લઈ રહ્યા તેવું લાગી રહ્યું છે. અમદાવાદ શહેરના કૃષ્ણ નગર વિસ્તારમાં પાડોશી યુવકએ મહિલા સામે બીભત્સ ઈશારા કરી અને તેને ખેંચીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે મહિલા આ બાબતે યુવકને કહેવા જતા જ યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને મહિલાને બીભત્સ ગાળો આપવા લાગ્યો હતો. અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ એવો છે કે આજે સાંજે તે ઘરે ઘરકામ કરી રહી હતી. તે દરમિયાન પડોશમાં રહેતો યુવક તેની સામે જોઈ અને પેન્ટની ચેન ખોલીને બીભત્સ ઈશારા કરવા લાગ્યો હતો. જેથી મહિલા આ યુવકને આ બાબતે કહેવા જતા તે યુવક એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને મહિલાને બિભત્સ ગાળો આપીને હાથ ખેંચીને તેને લઈ જતો હતો.

જો કે મહિલાએ બૂમાબૂમ કરી મુક્ત આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા અને મહિલાને છોડાવી દીધી હતી. જોકે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા તરત જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આ મામલે મહિલાની ફરિયાદ દાખલ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ સિવાય અન્ય એક ઘટના વિષે વાત કરીએ તો પતિને વિદેશ જવાનું હોવાથી પરિણીતા પાસે દહેજ રૂપે ૧૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી. મારા દીકરાને તો વિદેશમાં નોકરી લાગી છે, તારા પિતાએ અમારા સ્ટેટસ પ્રમાણે દહેજ પણ આપેલ નથી તેમ કહી અને સાસરિયાવાળાઓ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.

માત્ર એટલું જ નહિ તું મારા દીકરાને લાયક જ નથી, મારા ઘરમાંથી અત્યારે જ બહાર નીકળી જા. નહિ તો તને જાનથી મારી નાખીશ એવી ધમકી આપતા અંતે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વટવા વિસ્તારમાં રહેતી એક પરિણીતાના લગ્ન વર્ષ ૨૦૦૮માં સમાજના રિતી રિવાજ મુજબ થયા હતા. લગ્નના સાતેક મહિના સુધી પરિણીતાના સાસરીયાવાળાઓએ તેને સારી રીતે રાખી હતી.

જોકે બાદમાં તેના પતિને વિદેશ જવાનું હોવાથી પરિણીતાને તેના પિયરમાંથી દહેજ પેટે ૧૦ લાખ રૂપિયા લઈ આવવા માટે દબાણ કરવામાં આવતું હતું. જોકે પરિણીતા એ આટલા બધા રૂપિયા લઈ આવવાની ના પડતા જ તેના પતિએ તેને લાફો મારી અને બીભત્સ ગાળો આપી હતી. અને તેના સાસુ સસરા તારો બાપ આમ પણ ભિખારી જેવો છે, મારો દીકરો વિદેશમાં નોકરી કરી રહ્યો છે છતાં તેના સ્ટેટસ પ્રમાણે દહેજ પણ આપી નથી તેમ કહીને તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા રહેતા હતા.

Leave a Reply

Your email address will not be published.