અમદાવાદમાં વરસાદે ભુક્કા કાઢ્યા, ભારે પવન સાથે વીજળીના ચમકારા, આટલા ઇંચ વરસાદ…

હવામાન વિભાગ ની આગાહી અનુસાર રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ ગઈ છે અને મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી પણ થઈ ચૂકી છે. જો અમરેલી જિલ્લાની વાત કરીએ તો છેલ્લા પાંચ દિવસથી ત્યાં સતત વરસાદ વરસી રહ્યો છે જ્યારે રવિવારના રોજ જાફરાબાદ અને રાજુલામાં વરસાદ જામ્યો હતો અને શનિવારની સાંજે સુરતમાં પણ વરસાદે ધૂમ મચાવી દીધી હતી.

જ્યારે રવિવારે અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો અમદાવાદ શેની વાત કરીએ તો રીંગ રોડ અને સરદાર પટેલ રીંગ પર આવેલા વિસ્તારોમાં વરસાદ ખૂબ જ જામ્યો હતો. અમદાવાદમાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ પણ તૂટી પડયો હતો જેથી અમદાવાદના શહેરીજનોને ઉકળાટમાં થી રાહત મળી હતી.

તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે 12 જૂનથી લઈને પાંચ દિવસ સુધીની આગાહી કરી હતી હવામાન વિભાગ એક ઇંચ જેટલો વરસાદ પડી શકે તેવી આગાહી વ્યક્ત કરી હતી. જ્યારે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ જામી ચૂક્યો છે.

અમદાવાદમાં 12 જૂન ની રાતે જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ભારે પવન શું કરી રહ્યો હતો જ્યારે તે જૂની સવારે વરસાદ પડે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે. સુરત શહેરની વાત કરીએ તો મોડી રાત્રે વરસાદ એ ભુકા કાઢયા હતા અને શેરીઓ ના રસ્તાઓ પાણી પાણી કરી નાખ્યા હતા.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *