અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં પડ્યો અવિરત વરસાદ, ઠેર ઠેર ટ્રાફિક જામ અનેક વૃક્ષો ધરાશાયી…

છેલ્લા બે દિવસથી ગુજરાતના લોકો ખૂબ જ ગરમી પડવા થી રહિત થઇ ગયા છે અને અસહ્ય બફારાને કારણે તેઓ પકડાઈ ગયા છે આમ અમદાવાદમાં સાંજે વાતાવરણમાં અચાનક જ ફેરફાર આવી ગયો હતો અને અલગ-અલગ વિસ્તારોમાં કાળા વાદળો છવાઈ ગયા હતા ત્યારબાદ વીજળી સાથે ધોધમાર વરસાદ પડી ગયો હતો અને આમ સાંજના સમયે જ અમદાવાદના વાતાવરણમાં બદલાવ આવવા ના કારણે શહેરના અલગ અલગ વિસ્તાર માં ઘણો બધો વરસાદ પડેલો જોવા મળ્યો.

અમદાવાદના SG હાઈવે, ગોતા, ઘાટલોડિયામાં ભારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે સરસપુર, ગોમતીપુર, રખિયાલ, સારંગપુર વિસ્તારમાં હળવો વરસાદ પડી રહ્યો છે. શહેરમાં વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. બીજી તરફ થલતેજ, એસજી હાઇવે, આશ્રમ રોડ, પાલડી, ઉસ્માનપુરા તરફ મેમનગર સહિતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

નોંધનીય વાત એ છે કે, સાંજે અમદાવાદમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. અને વીજળી પડતા લોકો ચોંકી ઉઠ્યા હતા.શહેરમાં ભારે વરસાદથી માર્ગો પર પાણી ફરી વળ્યા છે. અમદાવાદ પશ્ચિમમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જો કે ભારે વરસાદના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.અમદાવાદના વસ્ત્રાપુર, આઈઆઈએમ, ઈસ્કોન, બોપલ વગેરે વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. વાતાવરણમાં અચાનક આવેલા પલટાથી લોકોને રાહત મળી છે.

રાજ્યમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ગયું છે. જો કે અત્યાર સુધી માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ થયો છે. અમદાવાદમાં મેઘરાજાની લાંબી રાહ જોવાઈ હતી. આજે સાંજે વરસાદ પડ્યો છે. અમદાવાદવાસીઓને ગરમીથી રાહત મળી છે. ભારે વરસાદને કારણે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો હતો. અમદાવાદમાં મીની વાવાઝોડું ત્રાટક્યું છે. શહેરના મેમનગર-મકરબા, નારણપુરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો પડવાના અહેવાલો છે. જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો છે. AMCનું બોર્ડ આસ્ટોડિયામાં પડ્યું હોવાના અહેવાલ છે. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. તમને જણાવી દઈએ કે, ગુજરાતના 8 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ થયો છે. બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, મહિસાગર, સુરત, તાપી, વાપી, રાજકોટ અને પોરબંદરમાં ભારે વરસાદ નોંધાયો છે.

ગુજરાતના 50 તાલુકામાં વરસાદ અમદાવાદમાં હાલમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના 50 તાલુકાઓમાં આજે વરસાદ પડ્યો છે. સુરતના ઉમરપરામાં 2.5 ઈંચ જ્યારે વલસાડના ધરમપુરમાં 2 ઈંચ, તાપીના સોનગઢમાં 2 ઈંચ અને ફતેપુરા અને વઘઈમાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

ઉમરપરામાં બે કલાકમાં અઢી ઈંચ વરસાદ ઉમરપરામાં બે કલાકમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. માત્ર બે કલાકમાં ઉમરપરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. નદીઓમાં નવા પાણી આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂરના અનેક અહેવાલો છે. ઉમરપરાના ગોંડલિયા ગામમાં ઘરના પત્તાં ઉડી ગયા છે. કેવડી-ઉમરપરા રોડ પરની ચિરપાન ગટર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ઉમરપરા વિસ્તારમાં બે કલાક વરસાદની અસર થઈ હતી.

પંચમહાલમાં વરસાદનું આગમન ગોધરામાં પણ ભારે વરસાદ થયો છે. ભારે સમય બાદ વરસાદ પડ્યો છે. અને પવન સાથે વરસાદ પડી રહ્યો છે. આમ શહેરીજનોને ગરમીથી રાહત મળી હતી. રાજકોટમાં તોફાની વરસાદ રાજકોટમાં પણ આજે બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાંજના ચાર વાગ્યા બાદ આકાશમાં ઘેરા ડીબોંગ વાદળો છવાઈ ગયા હતા. બાદમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. એક કલાકમાં એક ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હતા. તેમજ ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *