અમદાવાદના ફેમસ પતરા એકવાર ટેસ્ટ કરશો તો બીજી વાર ચોક્કસ ખાવા માટે આવશો…

નમસ્કાર મિત્રો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે. અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે જરાપણ નથી. તમે સૌ જાણો છો તેમ આપણા ગુજરાતીઓ જમવાના અને નાસ્તાના ખૂબ જ શોખીન હોય છે. આપણા ગુજરાતી ને ચા અને નાસ્તો તો જોઈએ અને જોઈએ જ. પાપડ પૌઆ,સેવ મમરા,તીખી સેવ, મોળી સેવ, ખાખરા, ચવાણું, ફરસી પુરી, થેપલા, ગાંઠિયા, ફાફડા, પાતરા જેવી વસ્તુઓ આપણા ગુજરાતીઓ નાસ્તામાં ખાય છે.

પાતરા એ ગુજરાતીઓ માટે મનપસંદ નાસ્તો છે. પાતરા ને પતરવેલના પાન અથવા તો અળવીના પાન પણ કહેવામાં આવે છે. આ ફૂડ આર્ટિકલમાં આજે અમે તમને અમદાવાદમાં ફેમસ પાત્રા વિશે જણાવીશું. ત્યાં ખુબ જ વધારે કોન્ટીટી માં એકદમ ક્રિસ્પી પાત્રા બને છે. સૌ પ્રથમ આપણે પાત્ર કેવી રીતે બને છે તે જાણી લઈએ

પાત્રા (પાતરા) અથવા પત્તરવેલિયાં કે પતરવેલિયા એ પ્રખ્યાત શાકાહારી તાજું ફરસાણ છે, જે પશ્ચિમ ભારતમાં ખાવામાં આવે છે. ગુજરાતમાં આને પાત્રા, કોંકણમાં પાત્રોડે અને મહારાષ્ટ્રમાં અળુવડી કહે છે. આ વાનગી મુખ્યત્વે અળવીના પાન પર ચણાનો લોટ, આમલીના પાણી અને મસાલામાંથી તૈયાર કરેલ લેપ લગાડી, તેના વીંટાવાળીને બનવાય છે. આને પ્રથમ વરાળમાં બાફીને બનાવાય છે અને ત્યારબાદ એને સ્વાદ અનુસાર તળી કે વઘારીને ખવાય છે.

આ વાનગી તીખી કે ગોળ આમલીની ચટણી સાથે પીરસાય છે. સામગ્રી 300 ગ્રામ પતરવેલ ના પાન ૧.૫ કપ ચણા નો લોટ ૩ ટે.સ્પૂન ખાંડ ૧ ટે સ્પૂન લીંબુ નો રસ ૧.૨ ટે.સ્પૂન ગરમ મસાલો ૧/૨ ટે.સ્પૂન રેડ ચીલી પાઉડર ચપટી સોડા મીઠું સ્વાદાનુસાર ૧ ટે.સ્પૂન અજમો ૧/૨ હળદર, ૧. ટે.સ્પૂન તેલ ૧ ટે.સ્પૂન રાઈ ૧.૨ ટે.સ્પૂન તલ રીત..

સૌ પ્રથમ પણ ઉપર થી દાંડી કટ કરી લો. પાન ને વોશ કરી લ્યો.હવે ચણા નો લોટ તૈયાર કરી લેવો.તેમાં ખાંડ મસાલો,અજમો,મીઠું,હળદર એડ કરી બટર તૈયાર કરી ૧૦ મિનિટ સુધી રહેવા દો..હવે ગેસ પર ઢોકળીયમાં પાણી નાખી ગરમ કરવા મૂકો.હવે પણ ઉપર બેસન નું ખીરું લગાવો તેને વાળી ઢોકળિયા માં મુકતા જવું.૩૦ મિનિટ સુધી રહવા દેવું. કટકા કરી લેવા હવે એક બાઉલ મા તેલ મૂકી તેમાં રાઈ તલ મૂકી પાત્રા ને વધારી નાખવું.હવે સર્વ કરવા તૈયાર છે યમ્મી ટેસ્ટી પાત્રા…

અમદાવાદના જલારામ પાત્રા હાઉસમાં એક સાથે ખૂબ જ વધારે પ્રમાણમાં બેસન ઓગાળીને પાત્રા બનાવવામાં આવે છે. અહીં પાત્રાની સાથે ખમણ, ઢોકળા,નવતાળ, ચાઈનીઝ સમોસા તેમજ ખાંડવી પણ મળે છે. અમદાવાદમાં જો પાતરા ખાવા હોય તો જલારામ પાતરા હાઉસ ખૂબ જ ફેમસ છે. જો તમને પણ પાત્રા ખૂબ જ ભાવતા હોય તો તમે પણ અવશ્ય જલારામ પાતરા હાઉસના પાત્રા ખાજો ખૂબ જ મજા આવશે. તો ચાલો નોંધી લો સરનામું. કેકે નગર, ઘાટલોડિયા, જલારામ પાત્રા હાઉસ, અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *