મેઘરાજાએ આખા અમદાવાદને પલાળી નાખ્યું, ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, જાણો આગામી બે દિવસ કયા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી…

રાજ્યમાં આ વર્ષે મેઘરાજા બધા જ વિસ્તારમાં મન મૂકીને વરસ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ પોતાનો કહેર વરસાવ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે તેવી શક્યતા છે.

તે વચ્ચે અમદાવાદમાં આજે વહેલી સવારે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કેટલાક વિસ્તારોમાં પાણીના ગરકાવ થયા હતા, વહેલી સવારથી જ શહેરમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું હતું અને બાદમાં ધમાકેદાર એન્ટ્રી મેઘરાજાએ મારી હતી અને શહેરના અનેક વિસ્તારોને પલાળી નાખ્યા હતા.

અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ઘાટલોડીયા રાણીપ વાડજ વિસ્તારમાં મેઘરાજાએ પોતાનો કહેર વરસાવ્યો હતો એસજી હાઇવે પર સર્વિસ રોડમાં પાણી ભરાઈ ગયા હતા. વેજલપુર સેટેલાઈટ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો આ સાથે જોધપુર બોડકદેવ પાલડી જેવા વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો અને શહેરના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદી જાગતું જોવા મળ્યું હતું.

બીજી તરફ મિત્રો વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં અત્યારે ભારે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે વરસાદની સિસ્ટમ સક્રિય થવાને કારણે અત્યારે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વધારે છે.

આજે અને આવતીકાલે દરમિયાન ભારતથી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા છે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વર્ગ સાથે લઈને ખૂબ જ સારા એવા પ્રમાણમાં વરસાદ વરસી શકે તેવી આગાહી જાહેર કરવામાં આવી છે અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેસર સિસ્ટમ સક્રિય થતા ગાજ વીજ સાથે વરસાદ આવવાની સંભાવના રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *