અમદાવાદમાં જીતુભાઈની ઈડલી એકવાર અવશ્ય ટેસ્ટ કરજો, સ્વાદ એવો છે કે ફક્ત 3 કલાકમાં જ બધું ખાલી થઇ જાય છે

નમસ્કાર મિત્રો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે. અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે હાલના સંજોગોમાં લોકોને બહાર જવાનો જરાપણ નથી, અત્યારે ચાલી રહેલી કોરોનાની પરિસ્થિતિમાં તમને નમ્ર અપીલ છે કે જો તમે બહાર જાઓ છો તો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો ઉપયોગ જરૂરથી કરો અને સરકારશ્રીના નિયમોનું પાલન કરો.

આજકાલ લોકોને ચટાકેદાર ખાવાનું વધારે પસંદ કરે છે. એમાં પણ વળી જો ઈડલી -સંભાર મળી જાય તો વાત જ શું કરવી?? ગરમા ગરમ ઈડલી અને સાથે કોપરા ની ચટણી તેમજ ગરમા ગરમ સંભાર મળી જાય તો જમવાની મજા મજા જ આવી જાય.. ઈડલી સંભાર એ સાઉથ ઇન્ડિયન ફૂડ છે. સાઉથ ના લોકો સાથે સાથે હવે તો આપણા ગુજરાતીઓને પણ સાઉથ ઇન્ડિયન ફૂડ ખુબ જ ભાવે છે. ઈડલી વડા, સંભાર, ઢોસા વગેરે જેવી આયટમ હવે ગુજરાતમાં પણ ખુબ જ ફેમસ છે. તો ચાલો આજે અમે તમને અમદાવાદની એવી જ એક સાઉથ ઇન્ડિયન લારી જેનું નામ છે બ્રહ્માણી નાસ્તા હાઉસ જ્યાં ખુબ જ ફેમસ ઈડલી, વડા સંભાર મળે છે.

ચાલો પેહલા જાણી લઈએ કે કેવી રીતે બને છે ઈડલી સંભાર સૌ પ્રથમ દાળ અને ચોખા ને ધોઈ ને 5-6 કલાક પલાળી લેવા. ત્યાર બાદ તેમાં જરૂર પ્રમાણે પાણી અથવા છાસ ઉમેરી બંને ને ક્રશ કરી લેવા.અને 1-2 કલાક માટે ગરમ જગ્યા એ રાખી દેવું. ત્યારબાદ તુવેર દાળ ને ધોઈ ને બાફી લેવી. અને શાક પણ બાફી લેવા. બધું બફાય જાય એટલે દાળ માં પાણી નાખી તેને ક્રશ કરી ને તેમાં હળદળ, ગરમ મસાલો, મીઠું, થોડી ખાંડ આ ઓપ્સ્નલ છે, સાંભાર મશાલો લીમડો નાખી ને ઉકાળી લેવી.

ત્યાર બાદ એક લોયા માં2-3 ચમચી તેલ લઇ તેને ગરમ કરી લેવું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું અને લીમડો નાખી ને વઘાર કરવો ત્યારબાદ તેમાં પેલા જીની સુધારેલી ડુંગળી, મરચા અને ટામેટાં નાખી ને વઘાર કરવો. એ બધું ચડી જાય અટકે તેમાં બાફેલા શાક ઉમેરી બધું બરાબર મિક્સ કરી તેમાં થોડું મીઠું, ચટણી અને સાંભાર મસાલો નાખી ને બધું બરાબર હલાવી ને મિક્સ કરવું અને ત્યારબાદ તેમાં દાળ ઉમેરી ને થોડી વાર ઉકાળવી.

સાંભાર ઉકલે ત્યાં સુધી માં ઈડલી નું ખીરું લઇ તેમાં જરૂર પડે તો તેમાં પાણી નાખી તેમાં ઇનો અથવા સોડા નાખી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી ખીરા ને બરાબર હલાવી ને ઈડલી ના સ્ટેડ માં તેલ લગાવી તેમાં બેટર ઉમેરી ને ગરમ કરેલા ઢોકળીયા માં ઈડલી સ્ટેડ મૂકી ને ઈડલી ને 10 -15 મિનિટ બાફી લેવી જરૂર લાગેતો વધારે રાખવું.ઈડલી બફાય જાય એટલે તેને ગરમ સાંભાર સાથે ગરમ ગરમ સર્વ કરવી તો તૈયાર છે સાઉથ ની પ્રખ્યાત ઈડલી સાંભાર આમાં ઈડલી ને વઘારી પણ શકાય છે.

અમદાવાદમાં ઠક્કર નગર બ્રિજ ની નીચે ઈડલી વડા સંભારની ઘણા વર્ષોથી લારી ઉભી રહે છે. જેના ઓનરનું નામ જીતુભાઇ છે. તેઓ આ લારી છેલ્લા 25 વર્ષ થી ચલાવે છે ત્યાં ના એરિયામાં રહેતા લોકોમાં લગભગ જ કોઈ એવુ હશે કે જેમણે આ બ્રહ્માણી નાસ્તા હાઉસ નું સાઉથ ઈન્ડિન ફૂડ ખાધું નહિ હોય. યંગસ્ટર થી માંડી ને ઘરડા લોકો પણ અહીંના ફેમસ ઈડલી વડા સંભાર ખાવા માટે આવે છે. સવારે 9 વાગ્યા થી 1 વાગ્યા સુધી આ લારી ઉભી રહે છે. લોકોની અહીં ખુબ જ ભીડ પણ જોવા મળે છે. ચોખ્ખાઈની વાત કરીએ તો જીતુભાઇ ખુબ જ સ્વચ્છતાથી આ લારી ચલાવે છે. આજ સુધી કયારેય પણ કોઈની કંમ્પ્લેન આવી નથી.

આ લારી પર તમને ઈડલી, દાળવડા, બટેકાવડા, કાંદાવડા, અને સાથે ભરપૂર સંભાર તેમજ ત્રણ જાત ની ચટણી જેવી કે ગ્રીન ચટણી, લાલ લસણીયા ચટણી, તેમજ કોપરા ની ચટણી એમ ત્રણ ચટણી પણ સાથે આપે છે અને સાથે જીરા અજમા નો મસાલો પણ આપે છે.લોકો હોંશે હોંશે આ ઈડલી વડા સંભાર ખાય છે. આ લારી ને લોકો જીતુભાઇના નામે જ ઓળખાય છે. ઓનર જીતુભાઇ જણાવે છે કે તેઓ 25 વર્ષથી આ ધંધો કરે છે.

તેઓ એ આ લારીની સામે પોતાની દુકાન પણ ખોલી છે. જો તમને પણ સાઉથ ઇન્ડિયન ફૂડ ભાવતું હોય અને તમે જો અમદાવાદના હોવ અથવા તો અમદાવાદ આવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો ચોક્કસ જીતુભાઇ ના ઈડલી વડા સંભાર નો ટ્રાય કરજો. અમે તમને ગેરંટી સાથે કહીએ છીએ કે આજસુધી કયારેય પણ તમે આવા ઈડલી વડા સંભાર નહિ ખાધા હોય.. તો ચાલો નોંધી લો સરનામું:- બ્રહ્માણી નાસ્તા હાઉસ, ઠક્કર નગર બ્રિજ નીચે, અમદાવાદ, જીતુભાઇ ની લારી.

Leave a Reply

Your email address will not be published.