સમાચાર

અમદાવાદનો કિસ્સો: જીમ ટ્રેનરે મહિલાને પ્રેમજાળમાં ફસાવીને અવારનવાર તેના ઘરે રોકાઈને તેની સાથે કરતો હતો એવું કે…

પીડિતાની કાર પસંદ કરનાર આરોપીએ તેની પાસેથી 4 લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી. તેમજ વારંવાર યુવતીના ઘરે રહીને શારીરિક સંબંધો બાંધ્યા હતા. શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક જિમ ટ્રેનર સામે એક યુવતીને પ્રેમજાળમાં ફસાવવાનો કેસ નોંધવામાં આવ્યો છે. પતિને સાથે મન મેળ ન મળતાં યુવતીએ જિમ ટ્રેનર સાથે આંખ મળી ગઈ હતી આથી તેને પોતાનો જીવનસાથી બનાવવાનું નક્કી કર્યું હતું.

જેમાં પ્રેમીએ તેની સાથે છેતરપિંડી કરીને તેની પાસે થી પૈસા પડાવી લીધા હતા. આ કેસમાં ચાંદખેડા પોલીસે ક્રિષ્ના જોશી નામના યુવકની ધરપકડ કરી છે. કેસની વણઝાર જોઈએ તો હિંમતનગરમાં રહેતા આરોપીએ અમદાવાદની એક યુવતીને લગ્નની લાલચ આપી અમદાવાદ અને માઉન્ટ આબુ સહિત અનેક જગ્યાએ અલગ-અલગ સમયે શારીરિક સુખ માણ્યું હતું. ચાંદખેડા વિસ્તારમાં એકલવાયું જીવન જીવતી 30 વર્ષીય મહિલાના પ્રથમ લગ્ન 2019માં થયા હતા.

જ્યારે પતિ સાથે મન મેળ ન મળતા યુવતીએ તેના પતિને છૂટાછેડા આપી દીધા. બાદમાં યુવતી તેના મિત્ર સાથે રહેવા લાગી હતી. યુવતી ઉદયપુરમાં તેના મિત્ર ની જન્મદિવસની પાર્ટીમાં જઈ રહી હતી ત્યારે તેના મિત્રએ તેનો પરિચય ક્રિષ્ના જોશી સાથે કરાવ્યો હતો. જે બાદ કૃષ્ણા અને પીડિતા સોશિયલ મીડિયા પર વારંવાર ચેટ કરતા હતા. બાદમાં આરોપીએ યુવતીને પ્રેમની જાળમાં ફસાવીને ઘરમાં અને બહાર જુદી જુદી જગ્યા પર લઇ જઈને બળાત્કાર ગુજાર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.