સુરતના 21 વર્ષીય યુવકને અમેરિકાની યુનિવર્સિટીમાં પ્રવેશ ન મળતા જીવન ટુંકાવ્યું

સુરતના નાના વરાછા વિસ્તારમાં રહેતા એક યુવકે અમેરિકાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા પૂર્ણ ન થતાં ગળેફાંસો આપઘાત કરી લીધો હતો. ઘરમાં કોઈ હાજર નહોતું તે દરમિયાન યુવકે સાડી બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો. આ યુવક કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી કરવા માટે એડમિશન મેળવવા ઈચ્છતો હતો. પરંતુ એડમીશન ન મળતા હતાશામાં આવી જઈ અને ગળેફાંસો ખાધો હતો.

યુવકની કેલિફોર્નિયા જવાની ઈચ્છા હતી નાના વરાછા વિસ્તારની તાપી દર્શન સોસાયટીની બાજુમાં આવેલી ગિરનાર સોસાયટીમાં મુકેશભાઈ જૈસુર પરિવાર સાથે રહે છે. મૂળ જૂનાગઢના માળિયા તાલુકાના કુકસવાડાના ૨૧ વર્ષીય પુત્ર દીપકુમારે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરી લીધો હતો. આ અંગે કાપોદ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે, દીપની ઈચ્છા એવી હતી કે અમેરિકામાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરે. પરંતુ આવું ન બનતા હતાશ થઈ અને આત્યંતિક પગલું ભરી લીધું હતું.

યુવકે સાડી બાંધીને ફાંસો ખાઈ લીધો :દીપે અમેરિકાની એક યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે એપ્લાય કરેલું હતું. જો કે દિપકુમારને એડમિશન મળ્યું ન હતું. અંતે તે નિરાશ થઈ ગયો હતો. ઘરે એકલતાનો લાભ લઈ અને છતના હુક સાથે ડિજિટલ પ્રિન્ટની એક સાડી બાંધીને ફાંસો ખાઈને અંતિમ પગલું ભરી લીધું હતું. જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

કેનેડામાં એક પરિવારનું મોત થયું તે વખતે પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલે એવું કહ્યું કે, મોટા પ્રમાણમાં લોકો અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જઈ રહ્યા છે. શા માટે જાય છે? શું અહીં તક નથી. અહીં મહેનત કર્યાં પછી પણ તમને સ્થાન નથી મળતું એટલે મોટી રકમનો ખર્ચ કરી અને કેટલાય જોખમો લઈને અમેરિકા જતા હોય. ત્યાં કોઈ પણ ચિંતા નથી. ખાલી આ એક બોર્ડર ક્રોસ કરવાની જ ચિંતા રહે છે.

દીપે ત્રણ મહિના પહેલા એપ્લાય કરેલું હતું દિપકુમારે સુરતની ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન સાથે બેચલર પુરૂ કર્યું હતું. ત્યાર બાદ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં માસ્ટરનો અભ્યાસ પણ શરૂ કરી દીધો હતો. જેમાં તેણે માસ્ટરનું એક વર્ષ પૂર્ણ કર્યું હતું. ત્યાર બાદ બીજા વર્ષ માટે દિપકુમારે ત્રણ મહિના પહેલા અમેરિકાના કેલિફોર્નિયાની સ્ટેટ યુનિવર્સિટીમાં એડમીશન માટે એપ્લાય કરેલું હતુ.

પરંતુ અમેરિકાની યુનિવર્સિટીમાં એડમિશન નહીં થાય તેવો દિપકુમારને ડર હતો જેના કારણથી તે માનસીક તણાવમાં આવી ગયો હતો. સરથાણામાં આઈટીના વિદ્યાર્થી બિલ્ડિંગ પરથી નીચે પડી ગયો :​​​​​​​સરથાણામાં આઈટીના એક વિદ્યાર્થીએ ઘરની નજીક બનતી એક બિલ્ડિંગપરથી નીચે પડી પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. અમરેલીના ખાંભાનો વતની અને સરથાણા બ્લૂસિટી બિલ્ડીંગમાં રહેતા અરવિંદભાઈ હિરપરા મિનરલ વોટરનો પ્લાન્ટ ચલાવી રહ્યા છે.

અરવિંદભાઈને સંતાનમાં બે પુત્રો છે. બંને પૈકી ૧૯ વર્ષીય કેયુર રાજકોટ ખાતે રહીને આઈટીનો અભ્યાસ કરતો હતો. થોડો સમય પહેલા કેયુર સરથાણા પોતાના ઘરે આવ્યો હતો. બુધવારે સવારે કેયુરે ઘરની નજીક એક બિલ્ડિંગનું કામ ચાલુ હતું તે બિલ્ડીંગ પરથી નીચે પડીને પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. કેયુરે ક્યાં કારણથી આપઘાતનું પગલું ભર્યું છે તે પોલીસ હજુ સુધી જાણી શકી નથી.

Leave a Reply

Your email address will not be published.