સમાચાર

અંબાજીમાં થયો ચમત્કાર! બધા જ લોકો કાન પકડી ગયા

કેટલીક વાર અમુક ઘટના એવી જાણવા મળે છે કે માનવામાં જ ન આવે, અને બધા લોકોને ચોકાવી દે છે. તો આવી જ એક ઘટના સામે આવી છે. ઘટના એવી છે કે જે વ્યક્તિને મૃત સમજતા હતા તે વ્યક્તિ જીવીત નીકળ્યો હતો અને આ સાંભળીને બધા ચોંકી ગયા હતા. આ ઘટના અંબાજીના કુમ્ભારીયાની છે. અંબાજીના કુમ્ભારીયામાં સર્જાયેલી આ ઘટનાએ લોકો વચ્ચે ભારે કુતુહલ ઉભું કર્યું છે.

શક્તિપીઠ અંબાજીમાં કુંભારીયા જૈનદેરાસર જવાનો જે માર્ગ છે ત્યાં એક નાળામાં કોઈ અજાણ્યા પુરુષના ખાલી પગ દેખાતા હતા અને તેને મૃતદેહ માનીને તરત જ અંબાજી પોલીસને જાણ કરી દેવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતાની સાથે તરત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરતા નાળાની અંદર જે માણસ પડ્યો હતો તેને બહાર કાઢવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

માણસને જયારે દૂરથી જોયો તો તેના પગ હલનચલન કરતા હતા. તો જીવિત હોવાનું લાગતા જ પોલીસે તાત્કાલિક તે માણસને નાળામાંથી બહાર કાઢવાના પ્રયાસ હાથ ધર્યા હતા. પોલીસે ઘણા પ્રયત્નો કર્યા તે વ્યક્તિને બહાર કાઢવા માટે અંતે બધા પ્રત્નોના અંતે નાળામાં ફસાયેલા વ્યક્તિને જીવીત બહાર કાઢવામાં આવ્યો હતો. જો કે આ વ્યક્તિને બહાર કઢાતા જ પોલીસ સહીત સ્થાનિક લોકો પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

તાત્કાલિક ૧૦૮ એમ્યુલન્સ મારફતે આ વ્યક્તિને અંબાજીની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, અને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જો કે આ વ્યક્તિ નાળામાં કેવી રીતે ગયો? અને કેટલા સમયથી અંદર રહ્યો હતો? ખરેખર શું થયું હતું ? તે બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલ નથી. જોકે એવું જાણવા મળ્યું છે કે આ વ્યક્તિ અજાણ્યો અને અસ્થિર મગજનો હતો. સાથે એવું પણ કહેવાય છે કે ઠંડીથી બચવા નાળામાં ઘુસ્યો હતો અને ત્યાં જ ફસાઈ ગયો. અત્રે નોંધનીય છે કે, આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે અને આખી ઘટના એક ચર્ચાનો વિષય બની ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *