સમાચાર

વરસાદને લઈને હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ એ આગાહી કરી છે કે જૂનના પ્રથમ સપ્તાહમાં જ વરસાદ પડવાની સંભાવના

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસુ કેરળ પહોંચી ગયું છે હવે થોડા જ દિવસોમાં ગુજરાતમાં પણ ચોમાસું આવી જશે તેવી શક્યતા દર્શાવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે દેશમાં સરેરાશ 103% વરસાદ પડશે. ગુજરાત રાજ્યમાં જૂન મહિનામાં ચોમાસુ દસ્તક આપશે. હવામાન વિભાગનું કહેવું છે કે આ વર્ષે ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડશે. જૂન મહિનામાં વરસાદ આવતા જ ગુજરાતની જનતાને ગરમીમાંથી રાહત મળશે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ જણાવે છે કે 10 તારીખ સુધીમાં ગુજરાતમાં ઘણી જગ્યાએ છુટ્ટા છવાયા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. લગભગ પંદરથી સોળ તારીખ સુધીમાં સારામાં સારો વરસાદ વરસશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું હતુ. અંબાલાલ પટેલ જણાવે છે કે ખેડૂતોએ અગાઉથી જ પોતાના પાકના વાવણીની તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ. ગુજરાતમાં આ વર્ષે દર વર્ષ કરતા વધુ સારો વરસાદ થશે તેવું જણાવવામાં આવી રહ્યું છે.

જો વરસાદ સારો થશે તો ખેડૂતોનો પાક પણ સારો થશે અને ખેડૂતોને ઉપજ પણ સારી એવી મળશે. ચોમાસાના બે મુખ્ય મહિના જેવા કે જૂન અને જુલાઈમાં ખૂબ જ વરસાદ થશે તેવું અંબાલાલ એ કહ્યું છે. દરિયાઈ કાંઠા વિસ્તારોમાં પણ ખૂબ જ ઝડપથી પવન ફૂંકાશે તેવી અંબાલાલ પટેલ ની આગાહી કરી છે આથી માછીમારોએ જૂન અને જુલાઈ મહિનામાં વધુ પડતો દરિયો ખેડવો નહીં. જૂન અને જુલાઈ મહિનાની સરખામણી એ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં નહિવત વરસાદ જોવા મળશે.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.