અંબાલાલ પટેલ જાહેર કરી મોટી આગાહી શું પૂર આવવાની શક્યતા? આ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે પૂર આવવાનો ડર…
રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદી યથાવત રહેશે તેવી હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે જેમાં ખાસ કરીને ઉત્તર દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે અને સમગ્ર રાજ્યમાં સામાન્યથી લઈને હળવા વરસાદની આગાહી યથાવત રાખી છે.
ખાસ કરીને હવામાન વિભાગે જણાવ્યું કે 15 ઓગસ્ટ થી લઈને 16 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે આની અસર સીધી જ રાજ્ય પર પડી છે અને તેના કારણે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે.
જેના કારણે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. આ સાથે રાજ્યના બંદરો પર પણ એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ ની આગાહી વિશે વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલે 12 ઓગસ્ટ થી લઈને આગામી દિવસોમાં ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલે વરસાદના ચોથા રાઉન્ડને લઈને આગાહી જાહેર કરી છે જેમાં આગામી 48 કલાક રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે. ત્યારે રાજ્યમાં ફરી એક વખત વરસાદનો મીની રાઉન્ડ આવી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે.
આ સાથે અંબાલાલ પટેલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસે તેવા એંધાણો પણ વ્યક્ત કર્યા છે અંબાલાલ પટેલે સચોટ માહિતી આપતા જણાવ્યું છે કે આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે સાબિત થઈ શકે તેવી શક્યતા છે.
જ્યારે રાજ્યના બીજા વિસ્તારોમાં વરસાદ ખૂબ જ સારો વરસી શકે તેવી આગાહી પણ જાહેર કરી છે સુરત વલસાડ જવા વિસ્તારમાં ખૂબ જ સારો એવો વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા છે આ સાથે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદના આંકડા એંધાણો અત્યારે વ્યક્ત કરાયા છે.