અંબાલાલ પટેલે જાહેર કરી મોટી આગાહી, વરસાદનો બીજો રાઉન્ડ હવે આ તારીખે અને આ વિસ્તારોમાં ધબડાસટી બોલાવશે…

સમગ્ર રાજ્યમાં વરસાદનો પહેલો રાઉન્ડ હાલ અત્યારે સમાપ્ત થઈ ચૂક્યો છે રાજ્યના વરસાદના પહેલા રાઉન્ડમાં જ મેઘરાજાએ પોતાની કહે બતાવી દીધી હતી અને રાજ્યમાં 50થી 56% સુધીનો વરસાદ વરસાવી દીધો હતો. અત્યારે રાજ્યના મોટા ભાગોના પાણીથી તરબોળ થઈ ગયા છે. બધા જ ડેમો છલકાઈ ગયા છે.

અમુક વિસ્તારોમાં તો પુર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ ગઈ હતી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો અને તેના કારણે ખેડૂતોને નુકસાન પણ થયું છે અને થોડો લાભ પણ થયો છે જેમાં ડેમોમાં વરસાદનું પૂરતું પાણી આવી જવાથી હવે પાણીની ઘટ નહીં પડે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ હળવા થી છુટા છવાયા વરસાદની સંભાવના જાહેર કરી છે અને ત્યારે હવામાન વિભાગને નિષ્ણાંત એવા અંબાલાલભાઈ પટેલ વરસાદના બીજા રાઉન્ડની આગાહી જાહેર કરી નાખી. 22 જુલાઈ થી સમગ્ર રાજ્યમાં વરસાદ નો બીજો રાઉન્ડ ચાલુ થઈ શકે તેવી સંભાવના છે.

હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલ નું કહેવું છે કે 22 જુલાઈ થી સમગ્ર રાજ્યમાં વરસાદ ચાલુ થઈ જશે જ્યારે 24 જુલાઈ થી લઈને 26 જુલાઈ સુધી દરિયામાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને દરિયો તોફાની બની શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ સાથે 30 જુલાઈ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હાલ અત્યારે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશમાં વિહાર તરફ પટાવી જતા 17 થી 20 જુલાઈ સુધી આ રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે તેવી શક્યતા છે. આ બધું રાજ્યમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજી જોઈએ તેટલો વરસાદ વરસ્યો નથી પરંતુ હવામાન વિભાગની નિષ્ણાતોનું કહેવું છે કે આ વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.