અંબાલાલ પટેલે જાહેર કરીને નવી નકોર આગાહી, ઓગસ્ટ મહિનાના આ દિવસથી ચાલુ થશે ફરી એક વખત ધોધમાર વરસાદ…

સમગ્ર ગુજરાતમાં અત્યારે બે થી ત્રણ દિવસથી વરસાદે પોતાનો જોર ઘટાડ્યું છે જ્યારે બીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબક્યો હતો આજથી સમગ્ર રાજ્યમાં વરસાદનું ધીમે ધીમે ચોર કાઢી શકે તેવું હવામાન વિભાગનું કહેવું છે છતાં ગુજરાતના અમુક જિલ્લા તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

આગામી 24 કલાક દરમિયાન ફક્ત બનાસકાંઠા અને સાબરકાંઠા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે અમદાવાદમાં સામાન્યથી લઈને હળવો વરસાદ જોવા મળી શકે છે તમને જણાવી દઈએ તો સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 69% જેટલો વરસાદ વરસી ચુક્યો છે જેમાં સૌથી વધુ કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ વર્ષે વરસાદ ખાબક્યો છે.

સમગ્ર રાજ્યમાં છેલ્લા 15 દિવસથી અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા એ ધમાકેદાર બેટિંગ કરી છે અમુક વિસ્તારોમાં તો પૂરજી પરિસ્થિતિ પણ જોવા મળી હતી જ્યારે ઉત્તર ગુજરાતના રણ વિસ્તારમાં તો આખું રણ દરિયામાં ફેલાઈ ગયું હતું તેવી પરિસ્થિતિ પણ ઉભી થઈ હતી અને તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.

ત્યારે હવામાન વિભાગના નિષ્ણાત એવા અંબાલાલભાઈ પટેલે વરસાદના વધુ એક રાઉન્ડ વિશે આગાહી જાહેર કરી લીધી છે અંબાલાલભાઈ પટેલે ઓગસ્ટ મહિનાના ભારે વરસાદને લઈને આગાહી જાહેર કરી નાખી છે અંબાલાલભાઈ પટેલે જણાવ્યું કે 28 જુલાઈ બાદ સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર ઘટશે તે નક્કી છે પરંતુ એક અઠવાડિયા બાદ ફરીથી દેશમાં ચોમાસુ વધુ સક્રિય થઈ જશે રાજ્યમાં બીજી ઓગસ્ટ થી લઈને 4 ઓગસ્ટ સુધી ભારે વરસાદ વરસી શકે તેવી આગાહી છે.

અંબાલાલભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે આગામી પાંચ દિવસ વરસાદની લઈને આગાહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડી શકે છે બાકીના વિસ્તારોમાં ખૂબ જ સામાન્યથી છૂટો છવાઈ વરસાદ જોવા મળી શકે તેવી શક્યતા છે અને જેમ દિવસો આગળ વધતા જશે તેમ સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ આ સિઝનનો સરેરાશ 69 ટકા વરસાદ વરસી ચુક્યો છે જેમાંથી સૌથી વધુ 117.16 ટકા વરસાદ કચ્છમાં વરસ્યો છે જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતમાં ૬૦ ટકા વરસાદ ઉત્તર ગુજરાતમાં 55% વરસાદ ખાબોચ્યો સૌરાષ્ટ્ર માં 61% જ્યારે દક્ષિણ ગુજરાતમાં 81.91 ટકા વરસાદ વરસ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *