આ તારીખથી ફરી એક વખત રાજ્યમાં વરસાદ ધબધબાટી બોલાવશે… જાણો હવામાન વિભાગના નિષ્ણાંત એવા અંબાલાલભાઈ પટેલે વરસાદને લઈને શું કહ્યું…

સમગ્ર રાજ્યમાં હાલ અત્યારે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે અને તેના કારણે સીઝનનો 69 ટકા વરસાદ અત્યાર સુધીમાં વરસ્યો છે છેલ્લા દસ પંદર દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ પોતાનો કહેર વરસાવ્યો છે. જ્યારે અમુક વિસ્તારોમાં તો પૂર જેવી પરિસ્થિતિઓ પણ સર્જાય હતી.

હવામાન વિભાગે આગામી દિવસોને લઈને મોટી આગાહી જાહેર કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના અમુક જિલ્લા તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે જ્યારે સમગ્ર રાજ્યમાં છૂટો છવાયો વરસાદની નોંધણી થઈ શકે તેવી સંભાવના છે. વધુમાં હવામાન વિભાગે જણાવ્યું કે 28 જુલાઈથી રાજ્યમાં વરસાદનું ધીમે ધીમે જોર ઘટતું જશે.

હવામાન વિભાગ ના ડાયરેક્ટર એવા મનોરમા મોહન્ટી એ જણાવ્યું કે આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી શક્યતા છે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે બાકી બીજા જિલ્લા તાલુકાઓમાં વરસાદનું જોર ધીમે ધીમે કટ છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદ થઈ શકે તેવી શક્યતા છે.

જ્યારે બાકીના સ્થળોમાં સામાન્યથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ હળવા હાથે લઈને મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ તો હાલ અત્યારે મધ્ય રાજસ્થાનમાં વરસાદી સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ જતા વરસાદનું જોર વધ્યું છે. અને તેના કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે 28 જુલાઈથી વરસાદ સમગ્ર રાજ્યમાં ધીમે ધીમે ઘટશે અને 29 જુલાઈથી સમગ્ર રાજ્યમાં વરસાદ ની પ્રવૃત્તિમાં વધારે ઘટાડો નોંધાય શકે છે.

હવામાન વિભાગના નિષ્ણાત એવા અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિના માં ભારે વરસાદ વરસી શકે તેવી આગાહી જાહેર કરી છે તેમણે જણાવ્યું કે 28 જુલાઈથી સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર ઘટશે પરંતુ ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહમાં ફરી એક વખત દેશમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. અમરભાઈ પટેલ જણાવ્યું કે બીજી ઓગસ્ટ થી સમગ્ર રાજ્યમાં ફરી એક વખત ભારે વરસાદ નોંધાશે 4 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *