અંબાલાલ પટેલે કરી મોટી આગાહી જાહેર, વરસાદ આ તારીખે વિરામ લેશે અને ફરી પાછો આ તારીખે ધબધબાટી બોલાવશે…

રાજમહાલ અત્યાર મેઘરાજા ખૂબ જ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં ગુરુવારે પણ ધોધમાર વરસાદ વરસાવી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસાવી રહ્યા છે. વરસાદે ઘણા વર્ષોનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. અમુક જગ્યાએ તો એટલો વરસાદ પડ્યો છે કે અત્યારે હાલ પૂર જેવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે.

મેઘરાજાની કહેરને કારણે હવે ખેડૂતો પણ પીછે રહ્યા છે કે હવે થોડા દિવસોમાં વરસાદ વિરામ લે કે જેથી પાક બળી ન જાય ત્યારે હવામાન વિભાગના નિષ્ણાત એવા અંબાલાલભાઈ પટેલ રાજ્યમાં વરસાદની આગાહીને લઈને કરી નાખી મોટી વાત તો ચાલો જાણીએ શું છે આ સમગ્ર આગાહી અને ક્યારે સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે?

હવામાન વિભાગ અંબાલાલ પટેલે 17 મી જાન્યુઆરી બાદ રાજ્યમાં વરસાદનું ચોરઘટી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે આગળ જણાવ્યું કે હાલ રાજ્યમાં ખૂબ જ ભારે વરસાદ વરસી રહ્યો છે કેટલાક ભાગોમાં તો વરસાદ તબાહી મચાવી દીધી છે 15 જુલાઈ અને 16 જુલાઈ ના રોજ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે પરંતુ 17 જુલાઈ બાદ ધીમે ધીમે વરસાદનું જોર ઘટી જશે.

22 જુલાઈથી ફરીથી એક વખત મેઘરાજા સમગ્ર રાજ્યમાં ધબધબાટી બોલાવી શકાય છે અને 24 થી 30 જુલાઈ વચ્ચે મેઘરાજા ફરી વખત એન્ટ્રી મારી શકે છે અને આ દરમિયાન 24 જુલાઈ થી લઈને 26 જુલાઈ દરમિયાન કડાકા ભડાકા સાથે દરિયા કિનારા વિસ્તારમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે તેવી અંબાલાલભાઈ પટેલે આગાહી કરી છે સમગ્ર વર સાથે વાતાવરણ 17 જુલાઈ બાદ ઉત્તર પ્રદેશ તરફ જઈ શકે તેવી શક્યતાઓ પણ તેમણે કરી છે.

જો વરસાદના આંકડા છેલ્લા 24 કલાક દરમિયાન જોઈએ તો 164 તાલુકામાં વરસાદ જોવા મળ્યો હતો જ્યારે સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં 11 ઇંચ જેટલો પડ્યો હતો જ્યારે ડાંગમાં 9.44 ઇંચ વરસાદ ખાબક્યો હતો પારડીમાં નવ ઇંચ ધરમપુરમાં 8.92 ઇંચ નવસારીમાં 7.53 વડોદરામાં આઠ ઇંચ વરસાદ વલસાડ વાપીમાં 6.88 ઇંચ વરસાદ અને નર્મદામાં સાત ઇંચ વરસાદ વરસ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *