અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી, સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની આગાહી, ખેડૂતો માટે સારા સમાચાર

વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ચોમાસું ખેડૂતો માટે ઘણું સારું રહેશે. ગત વર્ષે વાવાઝોડા અને કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. પરંતુ હવામાન વિભાગનો અંદાજ છે કે આ વર્ષે ચોમાસું ખેડૂતો માટે સારું રહેશે.

ખેડૂતો માટે સારા સમાચાર છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 15 તારીખ સુધી વરસાદ વરસી શકે છે આથી ખેડૂતો પોતાના પાકની વાવણી કરી શકે છે. જો વરસાદ સારો આવશે તો તો પાક પણ સારો થશે. આથી ગુજરાતમાં 10 તારીખ પછી પ્રિમોન્સૂન એક્ટિવિટી ખેડૂતો શરૂ કરી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જૂન મહિનામાં ચોમાસું ગુજરાતમાં પહોંચશે કેરળમાં 29મી મેના રોજ ચોમાસાએ દસ્તક આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ પખવાડિયા બાદ ગુજરાતમાં વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે દેશમાં સારો વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે દેશમાં સરેરાશ 103% વરસાદ પડશે. ગુજરાત રાજ્યમાં જૂન મહિનામાં ચોમાસુ દસ્તક આપશે. હવામાન વિભાગનું કહેવું છે કે આ વર્ષે ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડશે. જૂન મહિનામાં વરસાદ આવતા જ ગુજરાતની જનતાને ગરમીમાંથી રાહત મળશે.

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ વર્ષ દરમિયાન સરેરાશ કરતાં વધુ વરસાદ થયો છે. પરંતુ જ્યારે રાજ્યમાં બે વર્ષમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળમાં વરસાદ બાદ મુંબઈ અને ત્યાર બાદ ગુજરાતના દક્ષિણ ભાગમાં વરસાદ પડી શકે છે

આ ઉપરાંત હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ ગુજરાત રાજ્યમાં ચોમાસાના આગમનની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં 14 અને 15 જૂનની આસપાસ સારો વરસાદ થશે. ગુજરાતમાં 10 જૂન સુધી વરસાદ પડશે. ૧લી અને ૨ જી જૂન આ બંને દિવસ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની પણ સંભાવના દર્શાવવામાં આવી છે. પરંતુ એકંદરે આ વર્ષે ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *