અંબાલાલ પટેલે વરસાદની આગાહી જાહેર કરતા આ વિસ્તારના લોકોને પણ સાવચેત કર્યા, વરસાદનો બીજો રાઉન્ડ ખેડૂતો માટે કેવો રહશે જાણો…

સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે ત્યારે ફરી એક વખત ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની તૈયારી થઈ રહી છે હવામાન વિભાગના નિષ્ણાંત એવા અંબાલાલભાઈ પટેલે વરસાદને લઈને મોટી આગાહી જાહેર કરી છે. અંબાલાલભાઈ પટેલ આવતીકાલ એટલે 22 જુલાઈ થી ફરી એક વખત રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે તેવી આગાહી કરી છે એટલું જ નહીં…

અંબાલાલ પટેલે આગળ જણાવ્યું કે 24 થી 30 જુલાઈ વચ્ચે સમગ્ર રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે અને આ તારીખો વચ્ચે દરિયા કિનારા સહિત અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ પણ છે. અને આ વરસાદ બાદમાં ધીમે ધીમે ઉત્તર પ્રદેશ તરફ વળી જશે.

અંબાલાલ ભાઈ પટેલે આગામી મહિના એટલે કે ઓગસ્ટ મહિનામાં પણ આગાહી જાહેર કરી કે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ રાજ્યમાં અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી સંભાવના છે. પુષ્પ નક્ષત્રને લઈને અમરભાઈ પટેલે આગાહી કરતા જણાવ્યું કે 21 જુલાઈએ સૂર્ય પુષ્પ નક્ષત્રમાં પ્રવેશ કરે છે ખેડૂતો વખ અને પખ તરીકે આને ઓળખે છે જ્યારે હાલમાં પુનવસુ નક્ષત્ર શરૂ છે અને તેમાં વરસાદનું પાણી ઉભા પાકો માટે બહુ સારું ગણાતું નથી.

ત્યારે 21 મી જુલાઈથી પુષ્પ નક્ષત્રો એટલે કે પખમાં જતા વરસાદનું પાણી ઉભા પાક માટે ઉત્તમ રહેશે અને આ 2 ઓગસ્ટ સુધી રહેશે અને 2 ઓગસ્ટ બાદ વરસાદનું પાણી ઉભા પાકો માટે સારું નથી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 22 23 જુલાઈ સુરત નવસારી વલસાડ ડાંગ તાપી જેવા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે આ પરિસ્થિતિને જોઈને વહીવટી તંત્ર પણ અત્યારે હાલ સર્જા થઈ ચૂક્યું છે.

23 અને 24 જુલાઈ દરમિયાન સાબરકાંઠા મહેસાણા કચ્છ અરવલ્લી અને 24 25 તારીખ દરમિયાન જામનગર કચ્છ દેવભૂમિ દ્વારકા જેવા વિસ્તારમાં હવામાન વિભાગે રેડ પણ આપવામાં આવ્યું છે. રાજ્યમાં હાલ અલગ અલગ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ જોવા મળી રહ્યો છે હવામાં વિભાગ નહિ આગાહી પ્રમાણે આગામી એક-બે દિવસમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સુચના પ્રમાણે જિલ્લાના વહીવટી તંત્ર પણ હાલ ખૂબ જ ચાપતી નજર રાખી રહ્યા છે. જેથી મુશ્કેલીના સમયમાં તરત જ રાહત બચાવ કામગીરી ચાલુ કરી દેવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *