અંબાલાલ પટેલની આગાહી આ જીલ્લામાં તોફાની પવન સાથે ભારે વરસાદ, રાજ્યમાં આ વર્ષે કુલ આટલો વરસાદ પડશે…
હવામાન વિભાગના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે અંબાલાલભાઈ પટેલ ના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચોમાસુ ચાલુ જ રહેશે અને રાજ્યમાં ખેડૂતો માટે પણ મોટી આગાહી કરી છે અમરા પટેલે રાજ્યમાં કયા વિસ્તારમાં ભારે વરસાદ પડશે તે અંગે વિગતવાર માહિતી આપી છે. સમગ્ર રાજ્યમાં ક્યારે વાવણીલાયક વરસાદ થશે તેમજ અલગ અલગ સવાલના જવાબ અંબાલાલ પટેલ આવ્યા છે.
હવામાન વિભાગના નિષ્ણાંત દેવા અંબાલાલભાઈ પટેલ એ વાવણી લાયક વરસાદ થી વંચિત રહેલા વિસ્તારો માટે હવે સારો સમય આવશે તો જોવા જઈએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોઈએ તેવો સારો વરસાદ જોવા મળ્યો નથી પરંતુ જુલાઈ મહિનાના શરૂઆતી દિવસોમાં વાવણીલાયક સારો વરસાદ પડી શકે છે.
આગળ જણાવ્યું કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 30 જૂનથી વરસાદનું જોર વધશે અને વાવણી લાયક વરસાદ થશે જ્યારે બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જૂન મહિનાના વચલા દિવસોથી જ સારો એવો વરસાદ પડવાનો ચાલુ થયો ત્યારે હજી પણ આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે.
જ્યારે પાટણ મહેસાણામાં પણ 30 જૂનથી સારા એવા વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરાવી છે. અંબાલાલભાઈ પટેલે ગુજરાતમાં આ વર્ષે 104 ટકા વરસાદ થઈ શકે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે થી અતીભારે વરસાદ પડી શકે તેવી આગાહી વ્યક્ત કરી છે.
પહેલી જુલાઈથી લઈ આગામી દિવસોમાં સુરત પંચમહાલ ડાંગ વાપી નવસારી વલસાડ અમરેલી જુનાગઢ ગીર સોમનાથ આ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા હવામાન વિભાગના અધિકારીએ વ્યક્ત કરી છે. સોમવાર સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું બેસી ગયું છે ફક્ત બનાસકાંઠાના થોડાક વિસ્તારોમાં જ ચોમાસુ પહોંચવાનું બાકી છે જે આગામી દિવસોમાં ત્યાં પણ મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી શકે અને જોરદાર જમાવટ કરી શકે છે.