અંબાલાલ પટેલે ખેડૂતો માટે આપ્યા ખુશીના સમાચાર!! ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી, જાણો ક્યાં ક્યાં વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

રાજ્યમાં અત્યારે બફારાને કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે રવિવારની સાંજે અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડયો હતો અને આગળ હવે હવામાન વિભાગના નિષ્ણાત એવા અંબાલાલ પટેલ વધુ એક આગાહી જાહેર કરતા ખેડૂતોને ખુશીના સમાચાર આપ્યા છે.

અંબાલાલ પટેલ પોતાની આ આગાહી જાહેર કરતાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં થોડાક દિવસોમાં જ વરસાદ થવામાં છે જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અગાઉ પણ ભારે વરસાદ પડી ચૂક્યો છે અને ત્યાં હજી પણ વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે જ્યારે રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજી જોઈએ તેવો સારો વરસાદ પડ્યો નથી અને હાલ તેના વાવળ પણ જોવા મળી રહ્યા નથી.

જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 28 29 જૂને વરસાદ થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જુલાઈના શરૂઆતે દિવસોમાં સારો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને આ અંગે ખેડૂતો ને ચિંતા કરવાની જરૂર નથી.

અંબાલાલ પટેલ આગળ જણાવ્યું કે જુલાઈ મહિનાની શરૂઆતના દિવસોમાં જ રાજ્યમાં સારો એવો વરસાદ થઈ શકે છે જ્યારે પાંચ જુલાઈ સુધીમાં ઉત્તર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો શરૂ થઈ શકે. ઉત્તર મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો પાટણ સિધ્ધપુર બેચરાજી કડી વિસનગર જેવા વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

ખેડૂતો માટે અંબાલાલ પટેલ વધુ એક ખુશખબરી આપતા કહ્યું કેમ આ વર્ષે ચોમાસુ સારુ રહેશે અને ખેડૂત ભાઈઓને આ વર્ષ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે જુલાઈ મહિનાની શરૂઆતના દિવસોમાં જ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે તે આગાહી અંબાલાલ ભાઈ પટેલે જાહેર કરી છે.

વરસાદની સચોટ આગાહી આપના લાલભાઈ પટેલ આગળ જણાવ્યું કે વરસાદનું જોર સપ્ટેમ્બર મહિનાના છેલ્લા દિવસોમાં ઘટી શકે તેવી શક્યતાઓ છે આ સાથે ખેડૂત ભાઈઓ માટે અંબાલાલ પટેલ આદ્રા નક્ષત્રમાં વાવણી કરવાની સલાહ પણ આપી છે. જ્યારે 24 જૂનથી લઈને 30 જૂન વચ્ચે રાજ્યમાં વરસાદ ખૂબ જ ધમાકેદાર એન્ટ્રી કરી શકે તેવી આગાહી પણ કરવામાં આવી હતી જ્યારે અમુક અંશે સાચી પણ સાબિત થઈ છે.

દક્ષિણ ગુજરાતના વિસ્તારની વાત કરીએ તો વલસાડ નવસારી સુરત જેવા વિસ્તારોમાં રવિવારની સાંજ સ્થિતિ ભારે વરસાદ પડ્યો હતો જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ મધ્યમ તે ભારે વરસાદ જોવા મળ્યો હતો અને અમદાવાદમાં પણ વરસાદે શેરીમાંથી પાણી કાઢી નાખ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.