અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, સૌરાષ્ટ્ર અને આજુબાજુના વિસ્તારમાં આવશે પુર, તોફાની પવન સાથે ધોધમાર વરસાદ…

રાજ્યમાં હવામાન વિભાગના નિષ્ણાંત એવા અંબાલાલભાઈ પટેલ ફરી એક વખત ખૂબ જ મોટી આગાહી કરી છે રાજ્યમાં મેઘરાજા કપરો સમયે લાવે તેવી આગાહી અંબાલાલ પટેલે જાહેર કરી છે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલે જણાવ્યું તેમ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા જોવા મળી રહી છે જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આટલું જ નહીં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાને કારણે પૂર આવે તેવી સ્થિતિ પણ વર્ણવી છે હવામાન વિભાગના નિષ્ણાતે મીડિયા સમક્ષ વાતચીત કરતા જણાવ્યું કે વરસાદી સિસ્ટમ ભારત અત્યારે સક્રિય થઈ ગઈ છે અને તેના કારણે રાજ્યમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા જોવા મળી રહી છે આગળ હવામાન વિભાગના નિષ્ણાંતે કહ્યું કે 10 જુલાઈથી લઈને 15 જુલાઈ સુધીમાં નદી નાળાઓ છલકાઈ જશે.

આ દરમિયાન ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે જૂન મહિનામાં મેઘરાજા રાજ્યમાં ખૂબ જ મન મૂકીને વરસ્યા છે જોકે રાજ્યમાં વરસાદની ઘટ હતી અને મોટાભાગમાં આવે આ મહિનામાં વરસાદની તે ગઢ પૂર્ણ થઈ છે મેઘરાજા હાલ અનેક વિસ્તારોમાં મન મૂકીને વરસી રહ્યા છે તેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને જનજીવન પણ મુશ્કેલ બની ગયું છે.

ત્યારે રાજ્યમાં હજુ પણ ભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ જાહેર કરવામાં આવી હતી અને અંબાલાલ પટેલે પણ રાજ્યમાં 10 થી 15 જુલાઈ વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી વચ્ચે હવે તો પૂરની સ્થિતિ ની પણ આગાહી જાહેર કરી છે. કયા ઝોન માં કેટલો વરસાદ પડ્યો તે વિશે જાણીએ તો સૌપ્રથમ ઉત્તર ગુજરાતમાં 16.93% વરસાદ નોંધાયો છે જ્યારે સૌરાષ્ટ્રમાં 31.26% કચ્છમાં 33.36% મધ્ય ગુજરાતમાં 13.67% અને દક્ષિણ ગુજરાતમાં 25.64% વરસાદ નોંધાયો છે જો સૌથી વધુ વરસાદની વાત કરીએ તો કચ્છ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *