સમાચાર

અંબાલાલ પટેલે ખેડૂતો માટે કરી મોટી આગાહી, વાવણીને કરવાને લઈને આ તારીખ આપી…, ભીમ અગિયારસ પછી પણ…

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં 8 તારીખથી વરસાદની શરૂઆત થઇ જશે. પરંતુ આ વરસાદ છૂટો છવાયો જોવા મળશે. 8 જૂને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટા થવાની શક્યતાઓ છે.

10 જૂને ભીમ અગિયારસ આવે છે. ખેડૂતોનું માનવું છે કે ભીમ અગિયારસ એ વાવણીલાયક વરસાદ થશે કે નહીં તે માટે અસમંજસમાં છે. પરંતુ હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 10 જૂને વાવણીલાયક વરસાદ થશે નહીં. 15 તારીખ બાદ જ વાવણી લાયક વરસાદ જોવા મળશે.

ઉપરાંત તેઓએ જણાવ્યું છે કે ભાવનગર,જામનગર અરવલ્લી,બોટાદ, ગીર સોમનાથ વગેરેમાં પણ વરસાદી ઝાપટા થઈ શકે છે. 14 અને 15 જૂન બાદ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ આવવાની સંભાવના બતાવવામાં આવી છે. રાજ્યમાં છ તારીખ બાદ ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે. એટલે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે. આથી વાતાવરણમાં ઠંડક પ્રસરશે.

ઉપરોક્ત સમાચાર ના અનુસંધાનમાં વરસાદની વાત કરીએ તો 10 જૂન પછી ગુજરાતમાં વરસાદ ચાલુ થઇ શકે છે પરંતુ આ વરસાદ છૂટો છવાયો એટલે કે અમુક વિસ્તારોમાં જોવા મળશે. 15 જૂન બાદ ચોમાસાની શરૂઆત થશે. આ વખતે ભીમ અગિયારસ એ વાવણીલાયક વરસાદ જોવા મળશે નહીં. ખેડૂતોએ 15 તારીખ બાદ જ વાવણીને લઈને પોતાની પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ કરવી જોઇએ.

Leave a Reply

Your email address will not be published.