અંબાલાલ પટેલ જાહેર કરી ભુક્કા બોલાવી નાખે તેવી આગાહી, આ તાલુકામાં તબાહી મચાવતા વરસાદ ની સાથે સાથે જોવા મળી શકે છે મોટી આફત…

અંબાલાલ પટેલે સમગ્ર ગુજરાતના વરસાદને લઈને આગાહી કરી છે કે આવનાર 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે આજથી એટલે કે 24 ઓગસ્ટ થી જ ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસશે. હવામાન વિભાગ એ જણાવ્યું છે કે આવનાર 24 કલાકમાં ફરીથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. પરંતુ હાલ વાતાવરણને જોતા લાગતું નથી કે ભારે વરસાદ થશે..

વરસાદ હાલમાં બે ત્રણ દિવસથી બંધ છે પરંતુ હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલએ જણાવ્યું છે કે 24 ઓગસ્ટથી વરસાદ વધી શકે છે. અંબાલાલ પટેલ આ વિશે વાત કરતા વધુ જણાવ્યું હતું કે ગુજરાતના ઘણા વિસ્તારોમાં મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ આજથી કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદનું જોર વધી શકે છે એટલે કે વરસાદનો એક નવો રાઉન્ડ આવી શકે છે..

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળો બંધાતા જોવા મળી રહ્યા છે. 24 ઓગસ્ટ સુધી ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં મેઘરાજા પોતાનું સ્વરૂપ બતાવી શકે છે. આગાહી અનુસાર જાણવા મળ્યું છે કે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થશે ઉપરાંત 27 થી 30 ઓગસ્ટ દરમિયાન મેઘરાજા અન્ય વિસ્તારોને પણ ઝપેટમાં લેશે

અંબાલાલ પટેલ એ જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થશે..ઉપરાંત પંચમહાલ દાહોદ વલસાડમાં પણ ભારે વરસાદ વરસી શકે છે અને ઉત્તર ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ તૂટી પડવાની સંભાવના છે ઉપરાંત નવસારી બનાસકાંઠા સાબરકાંઠા અને કચ્છમાં પણ ભારે વરસાદ થશે.

અંબાલાલ પટેલ એ જણાવ્યું હતું કે બંગાળાની ખાડીનું પ્રેશર ઉત્તર પ્રદેશ તરફ આવતા ગુજરાતમાં આ વર્ષે ખૂબ જ સારો વરસાદ જોવા મળી રહ્યો છે. તેઓએ કહ્યું છે કે 8 સપ્ટેમ્બર ની આસપાસ એક ચક્રવાંત જોવા મળશે જેના કારણે રાજ્યમાં વરસાદ ફરીથી જોવા મળશે. ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તે સિવાય સૌરાષ્ટ્રમાં પણ ચક્રવાતને કારણે છૂટો છવાયો વરસાદ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *