બસ હવે તબાહી મચવાની જ વાર છે, અંબાલાલ પટેલે ભુક્કા બોલાવી નાખે તેવી આગાહી જાહેર કરી, સૌરાષ્ટ્ર સહિત ઉત્તર દક્ષિણ ગુજરાતના લોકો માટે ખૂબ જ મોટા સમાચાર…
છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં મેઘરાજા પોતાનો ક્રોધ વરસાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ વરસાવી રહ્યા છે જેના કારણે અત્યારે રાજ્યના તમામ ડેમ છલકાઈ રહ્યા છે રાજ્યના મોટાભાગના ડેમમાં અત્યારે ઓવરફ્લો જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે.
જે વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદની આગાહી નથી તે વિસ્તારમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણી આવી રહ્યા છે અને તેના કારણે ડેમની સપાટીમાં સતત ને સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આ વચ્ચે હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રી એવા અંબાલાલભાઈ પટેલે આગામી દિવસો માટે વરસાદને લઈને ખૂબ જ મોટી આગાહી જાહેર કરી છે ત્યારે ચાલો જાણીએ એક પછી એક વરસાદને લઈને આગાહી.
સૌપ્રથમ હવામાન વિભાગના ડાયરેક્ટર એવા મનોરમાં મોહનતી ના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદથી લઈને મધ્યમ વરસાદ જોવા મળી શકે છે, જ્યારે 15 તારીખથી લઈને 16 તારીખ વચ્ચે હવામાન વિભાગે ભારે વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં ઉતર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.
અને આના કારણે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માછીમારાને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દીધી છે, સાથે સાથે દરિયાકાંઠે રહેતા લોકોને પણ અત્યારે એલેક્ટ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ ની આગાહી વિશે વાત કરીએ તો તેમના જણાવ્યા અનુસાર 14 ઓગસ્ટ થી રાજ્યમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે.
જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ સહિત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતમાં આગાહી જાહેર કરવામાં આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી 48 કલાક રાજ્ય માટે ભારેથી અતિ ભારે સાબિત થઈ શકે છે અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાની પણ આગાહી અંબાલાલભાઈ પટેલે જાહેર કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા આની અસર અત્યારે ગુજરાત ઉપર જોવા મળી રહી છે.